ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે આવતા મહિને રમાનારી ODI અને T20 સિરીઝના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. BCCI એ એક નિવેદન કર્યુ છે કે શ્રેણીની તમામ 6 મેચો માત્ર અમદાવાદ (Ahmedabad) અને કોલકાતામાં જ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે 22 જાન્યુઆરી શનિવારના રોજ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે દેશની બાયો-સિક્યોરિટી બબલને મજબૂત રાખવા માટે, શ્રેણીની મેચોનું સ્થળ 6 થી ઘટાડીને માત્ર 2 કરવામાં આવ્યું છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસના (Covid19) સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને લગભગ દરરોજ ત્રણ લાખથી વધુ ચેપના કેસ આવી રહ્યા છે, જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટી-20 સિરીઝ રમવા જઈ રહી છે, ત્યારબાદ ટીમ જાન્યુઆરીના અંતમાં ભારત પહોંચશે. પ્રવાસની શરૂઆત 6 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે મેચોની શ્રેણી સાથે થશે. આ પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે.
જોકે, બોર્ડે તારીખોમાં બહુ ફેરફાર કર્યો નથી. માત્ર 12 ફેબ્રુઆરીએ રમાતી ODI મેચ હવે 11 ફેબ્રુઆરીએ રમાશે. IPL 2022 સીઝન માટે ખેલાડીઓની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ થવાની છે, ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા શેડ્યૂલ મુજબ, ODI સિરીઝની મેચ અમદાવાદમાં 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, બંને ટીમો કોલકાતા માટે રવાના થશે, જ્યાં 16, 18 અને 20 ફેબ્રુઆરીએ T20 શ્રેણીની ત્રણેય મેચો રમાશે.
NEWS 🚨 : BCCI announces revised venues for home series against West Indies.
The three ODIs will now be played at the Narendra Modi Stadium, Ahmedabad and three T20Is will be held at the Eden Gardens, Kolkata.
More details here – https://t.co/vH9SOhtpIS #INDvWI pic.twitter.com/KNEZ8swbVa
— BCCI (@BCCI) January 22, 2022
ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે, જ્યાં બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝની બંને મેચ હારી ચૂકી છે અને હવે છેલ્લી મેચ 23 જાન્યુઆરી રવિવારના રોજ રમાશે. આ શ્રેણી બાદ ભારતીય ટીમની સીધી ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે. આ સિરીઝ માટે હાલમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી.
Published On - 9:23 pm, Sat, 22 January 22