ભલે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ટેસ્ટ સિરીઝમાં પરસેવો પાડી રહી હોય, પરંતુ આ બંને ટીમો વચ્ચે લગભગ 6500 કિલોમીટરનું અંતર છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના ડોમિનિકામાં છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માન્ચેસ્ટરમાં છે. આટલા અંતર પછી પણ એવું લાગે છે કે ‘બેઝબોલ‘નું ભૂત ભારતીય ટીમમાં પણ આવી ગયું છે. પ્રથમ ટેસ્ટ મેચને લઈને ભારતીય ટીમના (Team India) નિર્ણયો પણ આવા જ સંકેત આપી રહ્યા છે.
બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટીમના કોચ છે. તેમને પ્રેમથી ‘બેજ’ કહેવામાં આવે છે. જ્યારે તેને ટીમના કોચિંગની જવાબદારી સોંપવામાં આવી, તે પછી ઈંગ્લેન્ડની ટીમે ખૂબ જ આક્રમક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ટેસ્ટ ક્રિકેટમાં પણ રનનું તોફાન આવવા લાગ્યું. કેપ્ટનશિપ પણ જો રૂટના બદલે બેન સ્ટોક્સના હાથમાં આવી ગઈ હતી. બેન સ્ટોક્સ પણ આક્રમક રમે છે. આવી સ્થિતિમાં, કેપ્ટન અને કોચની આક્રમક જોડીએ ટેસ્ટ ક્રિકેટની તસવીર બદલવાનું શરૂ કર્યું.
The anticipation. The crowd. The winning runs.
What a moment 🥰 #EnglandCricket | #Ashes pic.twitter.com/fy50RD3m1c
— England Cricket (@englandcricket) July 10, 2023
ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓવર દીઠ પાંચથી વધુ રન બનવા લાગ્યા. આટલું જ નહીં, એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 8 વિકેટે 393 રન પર ‘ડિકલેર’ કર્યો હતો. બાદમાં જ્યારે આ મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બેન સ્ટોક્સ પર પણ સવાલો ઉભા થયા હતા. પણ તેને એ પ્રશ્નોની પરવા નહોતી. આ આક્રમક ક્રિકેટને ‘બેઝબોલ’ નામ આપવામાં આવ્યું હતું. હવે આવી જ ઝલક ભારતીય ટીમના કેટલાક નિર્ણયોમાં પણ જોવા મળી છે.
ભારતીય ટીમમાં આ ‘એન્ટ્રી’નો અંદાજ સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમ પરથી જ લગાવવામાં આવ્યો હતો. ચેતેશ્વર પૂજારાને ‘ડ્રોપ’ કરીને ભારતીય ટીમ મેનેજમેન્ટે સંદેશ આપ્યો હતો કે તે હવે રક્ષણાત્મક ક્રિકેટ રમવાના મૂડમાં નથી. જો કે આ માટે પુજારાનું ફોર્મ પણ જવાબદાર હતું. પરંતુ પ્લેઇંગ 11માં જ્યારે કેએસ ભરતના સ્થાને ઇશાન કિશનને રમાડાવવામાં આવ્યો ત્યારે ‘બેઝબોલ’ની ‘એન્ટ્રી’ જોવા મળી હતી.
5⃣0⃣-run stand! 🤝#TeamIndia off to a solid start, courtesy Captain @ImRo45 & debutant @ybj_19 🙌
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #WIvIND pic.twitter.com/ys9kkbWh93
— BCCI (@BCCI) July 12, 2023
શુભમન ગિલને ત્રીજા નંબર પર રમવાની મંજૂરી મળી. ઓપનિંગમાં ‘ડાબું-જમણું’ કોમ્બિનેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જવાબદારી યશસ્વી જયસ્વાલને સોંપવામાં આવી હતી. મિડલ ઓર્ડરમાં રવિન્દ્ર જાડેજા અને ઈશાન કિશન જેવા આક્રમક બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી હતી. શાર્દુલ ઠાકુરની પ્લેઈંગ 11માં હાજરી ભારતીય ટીમની બેટિંગને ઉંડાણ આપે છે. એટલે કે હવે ટીમ ઈન્ડિયા પાસે આઠમા નંબર સુધીના બેટ્સમેન છે.