ભારતીય ટીમે શાનદાર જીત ત્રિનિદાદના લાયન બ્રારા સ્ટેડિયમમાં મેળવી છે. ભારતીય ટીમનો દબદબો સતત 17 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદમાં રમાયેલી સિરીઝની અંતિમ મેચમાં 200 રનથી જીત મેળવી છે. ભારતીય ટીમે આ મોટી જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલી સહિતના અનુભવી ખેલાડીઓએ બેન્ચ પર બેસવુ પસંદ કરીને યુવા ખેલાડીઓને આગળ કર્યા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરતા 351 રન 5 વિકેટ ગુમાવીને નિર્ધારીત 50 ઓવરના અંતે નોંધાવ્યા હતા.
ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પરંતુ શુભમન ગિલ અને ઈશાન કિશને તોફાની બેટિંગ સાથેની શરુઆત કરી હતી. ત્યાર બાદ સંજૂ સેમસન અને હાર્દિક પંડ્યાએ પણ તોફાની બેટિંગ કરતા ભારતે વિશાળ સ્કોર ખડક્યો હતો. શાર્દૂલ ઠાકુરના તરખાટ સામે વેસ્ટ ઈન્ડિઝની સંપૂર્ણ ટીમ માત્ર 151 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આમ ભારતીય ટીમનો 200 રનથી વિજય થયો હતો.
ઓપનર તરીકે ઈશાન કિશન અને શુભમન ગિલની જોડી મેદાને ઉતરી હતી બંનેએ આક્રમક શરુઆત કરી હતી. બંનેએ મળીને 143 રનની ભાગીદારી રમત રમી હતી. આમ ભારત મોટા લક્ષ્ય ખડકવાનો પાયો ઓપનરોએ જમાવ્યો હતો. ઈશાન કિશને ત્રણેય વનડેમાં અડધી સદી નોંધાવી હતી. જોકે તે સદી નોંધાવી શક્યો નહોતો. અંતિમ વનડેમાં તેણે 77 રન નોંધાવ્યા હતા અને તે વિકેટકીપરનો શિકાર થયો હતો, તે સ્ટંપ આઉટ થઈને પરત ફર્યો હતો.
From 1-1 to 2-1! 👏 🏆
The smiles say it all! ☺️ ☺️ #TeamIndia | #WIvIND pic.twitter.com/M3oQLNUOg0
— BCCI (@BCCI) August 2, 2023
ગિલે 85 રન નોંધાવ્યા હતા. તે સિરીઝમાં અંતિમ વનડેમાં પોતાનુ બેટ ચલાવવામાં સફળ રહ્યો હતો અને 85 રન નોંધાવીને પરત ફર્યો હતો. જ્યારે ઋતુરાજ ગાયકવાડ માત્ર 8 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. સંજૂ સેમસને ચોથા સ્થાન પર રમવા ઉતરીને અડધી સદી નોધાવી હતી. તેણે 41 બોલનો સામનો કરીને 51 રન નોંધાવ્યા હતા.
અંતમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટન ઈનીંગ રમતો હોય એમ મોટી ઈનીંગ રમવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 70 રન નોંધાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં ધમાલ મચાવી દીધી હતી. હાર્દિકે 52 બોલનો સામનો કરીને અણનમ 70 રન નોંધાવ્યા હતા જેમાં તેણે 5 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 35 રન 30 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જેમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
Published On - 9:06 am, Wed, 2 August 23