Barbados : 5 ઓક્ટોબરથી શરુ થનારા વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ તૈયારીઓના ભાગ રુપે ભારતીય ટીમે (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં જીત સાથે શરુઆત કરી છે. જાડેજા અને કુલદીપ યાદવની જાદુઈ બોલિંગ સ્પેલને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમે માત્ર 115 રન બનાવી શકી બતી. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. 115 રનના સરળ લક્ષ્યને ચેઝ કરતા ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવી પડી હતી.
ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે મેચ શરુ થઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ ઈનિંગમાં કુલદીપ યાદવે 3 ઓવરમાં 6 રન આપી 4 વિકેટ, જાડેજાએ 6 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી Shai Hope 43 રન, Alick Athanazeએ 22 રન અને Brandon Kingએ 17 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં 114 રનના સ્કોર પર આઉટ થઈ હતી.
આ પણ વાંચો : IND vs WI: 6 રનમાં 4 વિકેટ, કુલદીપ યાદવે રવિન્દ્ર જાડેજા સાથે મળી રચ્યો ઇતિહાસ
Starting the ODI series on a winning note 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/fVbEHRSmAw
— BCCI (@BCCI) July 27, 2023
આ વનડે સિરીઝમાં કેપ્ટન રોહિત શર્માએ નવી રણનીતિ અપનાવી હતી. તેણે બોલર મુકેશ કુમારને ડેબ્યૂની તક આપી અને ભારતીય ટીમની બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો. ઓપનિંગ માટે શુભમન ગિલ અને ઈશાન કિશને મોકલવામાં આવ્યા હતા. ઈશાન કિશને ઓપનિંગ કરીને ફિફટી ફટકારી, પણ ભારતી ટીમના બીજા પ્રયોગો સફળ રહ્યા નહીં. ગિલ માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો.
When in West Indies, be unorthodox!
Rohit Sharma playing a reverse sweep 👀#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/RRLYSdlQKD— FanCode (@FanCode) July 27, 2023
બીજી ઈનિંગમાં ઈશાન કિશને 46 બોલમાં 52 રન, સૂર્યાકુમાર યાદવે 19 રન અને જાડેજાએ 16 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ તરફથી Gudakesh Motie સૌથી વધારે 2 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે 5 વિકેટના નુકશાન સાથે 118 રન બનાવીને 22.5 ઓવરમાં બીજી ઈનિંગ પૂરી કરી હતી.
આ પણ વાંચો : IND vs WI: મેચ પહેલા કોહલી-પંડયા સામ-સામે, વિરાટે લીધી હાર્દિકની ક્લાસ, જુઓ Video
Jadeja: Ja Shimron Ja!@imjadeja#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/aBTJmL7ENx
— FanCode (@FanCode) July 27, 2023
આ પણ વાંચો : Breaking News: IND vs WI: પહેલી ODIમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું, ઇશાન કિશનની ફિફ્ટી
15 રનના સામાન્ય ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતીય બેટ્સમેનો ફાંફા મારી રહ્યા હતા. ભારતીય ટીમ તરફથી ગિલ 7 રન, સૂર્યકુમાર 19 રન, હાર્દિક પંડયા 5 રન, જાડેજા 16 રન, શાર્દુલ ઠાકુર 1 રન, રોહિત શર્મા 12 રન બનાવી શક્યા હતા. એક રીતે ભારતીય ટીમની બેટિંગની પોલ ખુલી ગઈ હતી. જોકે, ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ આ વિષય પર પગલા લઈને બેટિંગ લાઈનઅપ મજબૂત બનાવશે.