IND vs SL: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડિયાના વિરાટ કોહલી સહિત ખેલાડીઓ મોહાલી પહોંચ્યા, ક્વોરન્ટાઇનમાં અપાઇ રાહત

|

Feb 27, 2022 | 11:10 AM

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે પ્રથમ ટેસ્ટ મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાનારી છે. 2 ટેસ્ટ મેચની શ્રેણીની આ પ્રથમ મેચ 4 માર્ચથી શરૂ થશે.

IND vs SL: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડિયાના વિરાટ કોહલી સહિત ખેલાડીઓ મોહાલી પહોંચ્યા, ક્વોરન્ટાઇનમાં અપાઇ રાહત
Virat Kohli સહિત આર. અશ્વિન, કેએસ ભરત, ઋષભ પંત, જયંત યાદવ, શુભમન ગિલ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર મોહાલી પહોંચ્યા છે

Follow us on

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમે (Indian Cricket Team) રાહતનો શ્વાસ લીધો છે. આ એટલા માટે છે કારણ કે ભારતીય ખેલાડીઓને મોહાલી (Mohali Test) માં ક્વોરેન્ટાઇનમાં રાહત આપવામાં આવી છે. ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે પ્રથમ ટેસ્ટ મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાશે. 2-ટેસ્ટ સીરીઝની આ પ્રથમ મેચ 4 માર્ચથી શરૂ થશે. જેના માટે તે ખેલાડીઓ ત્યાં પહોંચ્યા છે, જેઓ ODI કે T20 ટીમમાં નથી અને માત્ર ટેસ્ટ ટીમનો ભાગ છે. મોહાલી પહોંચ્યા પછી, ખેલાડીઓને ક્વોરેન્ટાઇનના કડક નિયમોમાંથી પસાર થવું પડ્યું ન હતું. તેના બદલે, તેમના માટે હળવા ક્વોરન્ટાઇનની જોગવાઈ રાખવામાં આવી છે.

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ માટે જે ખેલાડીઓ મોહાલી પહોંચ્યા છે તેમાં વિરાટ કોહલી, આર. અશ્વિન, કેએસ ભરત, ઋષભ પંત, જયંત યાદવ, શુભમન ગિલ, ઉમેશ યાદવ અને સૌરભ કુમારના નામ સામેલ છે. આ સિવાય બાકીના ખેલાડીઓ જે ટી20 શ્રેણીનો ભાગ છે તે સિરીઝ રવિવારે પૂર્ણ થયા પછી મોહાલી પહોંચશે.

ક્વોરેન્ટાઈનમાં ખેલાડીઓને છૂટછાટ મળશે

BCCIના એક સૂત્રએ TOIને જણાવ્યું કે T20 અને ટેસ્ટ શ્રેણી વચ્ચે 4 દિવસનું અંતર છે. આવી સ્થિતિમાં, ખેલાડીઓને સખત ક્વોરેન્ટાઇન આપવાનો કોઈ અર્થ નથી. તેમાં હવે હળવાશ થઈ શકે છે. ક્વોરેન્ટાઇનમાં છૂટછાટ મુજબ, ખેલાડીઓને રૂમમાં બંધ રાખવાની જરૂર રહેશે નહીં. તેમનો દરરોજ કોરોના ટેસ્ટ થશે. તે દરરોજ સ્ટેડિયમ જઈ શકશે અને ત્યાં ટ્રેનીંગ પણ લઈ શકશે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ભારતીય ટીમ અગાઉ નવેમ્બર 2020 માં દુબઈથી ઓસ્ટ્રેલિયા ગઈ હતી ત્યારે તેમને ક્વોરેન્ટાઈનમાં રાહત આપવામાં આવી હતી. મોહાલીમાં પહોંચેલા ખેલાડીઓએ ટેસ્ટ સિરીઝ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિરાટ મોહાલીમાં 100મી ટેસ્ટ રમશે

મોહાલીમાં રમાનારી શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ હશે. આ ટેસ્ટ રમવા માટે કોહલી ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોહાલી પહોંચ્યો છે. વિરાટ કોહલીએ વર્ષ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે 50 થી વધુની સરેરાશથી રમાયેલી 99 ટેસ્ટમાં 7962 રન બનાવ્યા છે.

100મી ટેસ્ટ વિરાટ કોહલી માટે ખાસ બની શકે છે કારણ કે તેમાં તેની સામે તેના 8000 રન પૂરા કરવાની અને સદીની રાહનો અંત લાવવાની તક હશે.

 

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

Published On - 11:04 am, Sun, 27 February 22

Next Article