ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણી અત્યાર સુધી શાનદાર રહી છે. શ્રીલંકાએ રવિવારે બીજી ODIમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું અને પ્રથમ ODI મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. પરંતુ હવે આ ODI સિરીઝને લઈને એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વનડે મેચ ટાઈ થશે તો તેમાં સુપર ઓવર રમાશે. હવે સવાલ એ છે કે પ્રથમ વનડે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? શ્રીલંકા ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું હતું કે પ્રથમ વનડે મેચમાં પણ સુપર ઓવર થવી જોઈતી હતી પરંતુ તેમ થયું નહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ODIમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 230 રન બનાવી શકી હતી અને મેચ ટાઈ થઈ હતી. મોટી વાત એ છે કે ICCના નિયમો અનુસાર મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર થવી જોઈતી હતી પરંતુ ICC મેચ રેફરી રંજન મદુગલેએ તેમ કર્યું ન હતું. એટલું જ નહીં, મેદાન પરના અમ્પાયર અને થર્ડ-ફોર્થ અમ્પાયર પર પણ સવાલો ઉભા થાય છે. સવાલ એ છે કે શું ICC ઓફિશિયલને પણ ODIમાં સુપર ઓવરના નિયમની ખબર ન હતી?
ICCના નિયમો અનુસાર, જો બંને ટીમો સમાન સ્કોર બનાવે છે તો સુપર ઓવર થવી જોઈએ. જો સુપર ઓવર પણ ટાઈ રહે તો સુપર ઓવર જ્યાં સુધી વિજેતા ન મળે ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ. ICCના નિયમોમાં સ્પષ્ટ લખ્યું છે કે ODI મેચ ટાઈ થાય તો પણ સુપર ઓવર થવી જોઈએ પરંતુ કોલંબોમાં આવું થયું નથી. જેના કારણે ટીમ ઈન્ડિયાને કોઈને કોઈ રીતે નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ T20 સુપર ઓવરમાં જીતી શકી હોત અને જો એવું થયું હોત તો આજે તે શ્રેણીમાં 0-1થી પાછળ ન રહી હોત. હવે જોવાનું એ રહેશે કે ICC આ મોટી ભૂલ પર શું જવાબ આપે છે.
આ પણ વાંચો: Paris Olympics 2024 માં મોટો હંગામો, સીન નદીમાં સ્વિમિંગ બાદ એથ્લેટ બીમાર પડતાં આખી ટીમ બહાર ફેંકાઈ
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો