IND vs SL: શ્રીલંકન બોર્ડને આર્થિક રીતે ફળશે ભારત સામેની શ્રેણી, જાણો કેટલા કરોડની થશે કમાણી

|

Jul 08, 2021 | 9:10 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વન ડે અને T20 શ્રેણી રમાનારી છે. જેની શરુઆત 13 જૂલાઇ થી થનાર છે. ગત વર્ષે ટળી ગયેલી શ્રેણી આ વર્ષે રમાનારી છે, જેના દ્વારા શ્રીલંકા ક્રિકેટને કમાણી ની આશા છે.

IND vs SL: શ્રીલંકન બોર્ડને આર્થિક રીતે ફળશે ભારત સામેની શ્રેણી, જાણો કેટલા કરોડની થશે કમાણી
India vs Sri Lanka

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વ્હાઇટ બોલ સિરીઝ રમાનારી છે. જેની શરુઆત આગામી 13 જૂલાઇ થી થનારી છે. પહેલા વન ડે અને બાદમાં T20 શ્રેણી રમાનારી છે. શિખર ધવન (Shikhar Dhawan) આ બંને શ્રેણી માટે કેપ્ટનશીપ નિભાવશે. જ્યારે ટીમ ના અને યુવા ચહેરાઓથી ભરેલી છે. જોકે હાલમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC) ને ભારત સામેની શ્રેણી થી કેટલેક અંશે આર્થિક રાહત મળી રહેશે. કારણ કે બંને દેશો વચ્ચેની શ્રેણીથી શ્રીલંકન બોર્ડની તિજોરી ભરાશે.

શ્રીલંકા ક્રિકેટ ના અધ્યક્ષ શમ્મી સિલ્વા એ કહ્યુ હતુ છે કે ભારત સામે સિરીઝ થી લગભગ 90 કરોડ રુપિયા ની કમાણી બોર્ડને થનારી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3-3 વન ડે અને T20 મેચોની શ્રેણી રમાનારી છે. આમ તો ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી પાછલા વર્ષે રમાનાર હતી. જોકે કોરોના વાયરસને લઇને શ્રેણીને મોકૂફ રાખવામાં આવી હતી.

ફ્યૂચર ટૂર પ્રોગ્રામના રુપે આ સિરીઝને પુરી કરવા માટે હવે બંને ટીમો સામ સામે થઇ રહી છે. જેમાં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા સહિતના સિનીયર ખેલાડીઓ ગેરહાજર છે. આમ છતાં પણ શ્રીલંકા ક્રિકેટને સિરીઝ દ્વારા સારી કમાણી થવાની આશા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મીડિયા રિપોર્ટસનુસાર, એક રિપોર્ટમાં એસએલસી અધ્યક્ષ સિલ્વા ના હવાલે થી કહ્યુ હતુ, કે 12 મિલિયન ડોલરની આવક થનારી છે. એટલે કે, 89.72 કરોડ રુપિયાની કમાણી થનાર છે. સિલ્વાએ કહ્યુ, શરુઆતમાં અમે ત્રણ મેચોની જ યજમાનીનો નિર્ણય કર્યો હતો. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ અમે મેચોની સંખ્યા 6 સુધી વધારવામાં સફળ રહ્યા હતા. જેના થી અમને અમારા ભંડોળમાં 6 મિલિયન ડોલર વધારે ઉમેરવામાં મદદ મળશે. જે કુલ 12 મિલિયન ડોલર સુધી હશે.

ભારત સાથે ક્રિકેટ તગડી આવકનો માર્ગ

વિશ્વભરમાં ભારતીય ક્રિકેટ ટીમ ના ફેન્સની હાજરી હોવાને લઇને દરેક ક્રિકેટ બોર્ડ શ્રેણી યોજવા ઇચ્છતા હોય છે. ભારત સાથે દ્વીપક્ષીય શ્રેણી રમવા થી હરીફ બોર્ડને આશા હોય છે કે, તેના થી આવક તગડી થતી હોય છે. અન્ય દેશોની માફક શ્રીલંકા ક્રિકેટ ને પણ કમાણી મુખ્ય રુપે મીડિયા રાઇટ્સ દ્વારા થશે. આ સિરીઝના પ્રસારણના અધિકાર સોની સ્પોર્ટસ પાસે છે. આ ઉપરાંત સ્પોન્સર દ્વારા પણ બોર્ડ આવક મોટા પ્રમાણમાં ઉભી કરી શકશે.

આ પણ વાંચોઃ Cricket: ઇંગ્લેંડથી સ્વદેશ પરત ફરી રહેલ શ્રીલંકન ક્રિકેટ ટીમના વિમાનમાં ઇંધણ ખૂટ્યુ, ભારતમાં ઇમર્જન્સી લેન્ડીંગ કરાયું

Next Article