ભારતે શ્રીલંકા (India Vs Sri Lanka) સામેની સિરીઝની અંતિમ અને ત્રીજી T20 મેચ જીતી છે. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. આ સાથે જ 3 મેચોની ટી-20 શ્રેણીમાં પણ શ્રીલંકાને ક્લીન સ્વીપ કરી લીધુ હતુ. રોહિત શર્મા (Rohit Sharma) સંપૂર્ણ કપ્તાન બન્યો ત્યારથી શ્રીલંકા ત્રીજી ટીમ છે જેને ક્લીન સ્વીપ કરી હોય છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને તે પહેલા ન્યુઝીલેન્ડ પણ રોહિત શર્મા ની કેપ્ટનશીપમાં ભારતીય ધરતી પર આવી હાર જોઈ ચૂકી છે. પરંતુ, આ ટીમો સામે કરવામાં આવેલ ક્લીન સ્વીપને એમએસ ધોની (MS Dhoni) ના તૂટેલા રેકોર્ડ સાથે કોઈ લેવાદેવા નથી. રોહિત શર્માએ ધોનીના નામે નોંધાયેલ તે ભારતીય રેકોર્ડને તોડી નાખ્યો છે, જેનું કનેક્શન માત્ર શ્રીલંકન ટીમ સાથે છે.
ભારતીય કેપ્ટને ત્રીજી T20 જીતીને ધોનીનો રેકોર્ડ તોડ્યો. ધર્મશાળામાં રમાયેલી ત્રીજી અને છેલ્લી T20માં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 19 બોલ પહેલા જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
આ શાનદાર જીત સાથે રોહિત શર્માએ ધોનીના નામે નોંધાયેલ ભારતીય રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. આ રેકોર્ડ શ્રીલંકા સામે T20માં સૌથી વધુ જીત મેળવાનારા ભારતીય કેપ્ટન સાથે સંબંધિત છે, જે હવે રોહિત શર્માના નામે છે.
CHAMPIONS #TeamIndia 🎉@Paytm #INDvSL pic.twitter.com/Zkmho1SJVG
— BCCI (@BCCI) February 27, 2022
ધર્મશાળામાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતની જીત રોહિત શર્માની કેપ્ટન્સીમાં શ્રીલંકા સામેની 7મી જીત હતી, જે એક નવો રેકોર્ડ હતો. આ પહેલા એમએસ ધોનીના નામે શ્રીલંકા સામે સૌથી વધુ 6 T20 જીતનો રેકોર્ડ હતો.
રોહિત શર્માએ કેપ્ટનશિપમાં એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો તો ટીમ ઈન્ડિયાએ સતત સૌથી વધુ T20 મેચ જીતવાના મામલે વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી. ધર્મશાળામાં રમાયેલી ત્રીજી T20માં મળેલી જીત ક્રિકેટના આ ફોર્મેટમાં ભારતના ખાતામાં નોંધાયેલો સતત 12મો વિજય હતો. આ જીત સાથે ભારતે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અત્યાર સુધી આ વર્લ્ડ રેકોર્ડ સંયુક્ત રીતે અફઘાનિસ્તાન અને રોમાનિયાના નામે નોંધાયેલો હતો. પરંતુ હવે તેમાં ટીમ ઈન્ડિયાનું નામ પણ જોડાઈ ગયું છે. અને, આમાં પણ રોહિત શર્માની કેપ્ટનશિપનો મોટો રોલ છે.
Published On - 9:56 am, Mon, 28 February 22