IND vs SL: ભારત સામેની પ્રથમ T20 માંથી વધુ બે શ્રીલંકન ખેલાડી બહાર, પહેલા હસારંગા પહેલાથી જ ટીમથી દુર

શ્રીલંકન ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team) નો સ્ટાર લેગ સ્પિનર ​​કોરોના સંક્રમણને કારણે આ સીરિઝમાંથી લગભગ બહાર થઈ ગયો છે અને આવી સ્થિતિમાં ટીમને બીજા એક મહાન સ્પિનરની ખોટ પડનારી છે.

IND vs SL: ભારત સામેની પ્રથમ T20 માંથી વધુ બે શ્રીલંકન ખેલાડી બહાર, પહેલા હસારંગા પહેલાથી જ ટીમથી દુર
Sri Lanka Cricket Team ના વધુ બે ખેલાડીઓ ગુરુવારે ભારત સામે નહી રમે
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:35 PM

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે આવતીકાલે ગુરવાર થી T0 સિરીઝ ની શરુઆત થનારી છે. પ્રથમ મેચ લખનૌમાં રમાનારી છે. આ માટે બંને ટીમો એક બીજા પર ભારે પડવાના ઇરાદા સેવી રહી છે. પરંતુ શ્રીલંકન ટીમ ને એક બાદ એક ત્રણ ઝટકા લાગ્યા છે. સિરીઝની શરુઆત પહેલા જ વાનિન્દુ હસારંગા (Sri Lanka Cricket Team) કોરોના સંક્રમિત થવાને લઇને ભારત સામેની સિરીઝ થી બહાર થઇ ચુક્યો છે. ત્યાર બાદ હવે વધુ બે ખેલાડીઓ ભારત સામે મેદાને ઉતરે તેવી સંભાવનાઓ નથી લાગી રહી. આ બંને ખેલાડીઓ ઓપનર કુસલ મેંડિસ (Kusal Mendis) અને મહીશ તીક્ષણા છે, જે ઇજાને લઇને અંતિમ ઇલેવનની બહાર રહેશે.

શ્રીલંકન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવતા પહેલા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી ચુકી છે. જે પ્રવાસ શ્રીલંકન ટીમ માટે દુસ્વપ્ન સમાન રહ્યો હતો, ઓસ્ટ્રેલિયાના હાથે શ્રીલંકન ટીમે સિરીઝમાં કારમી હાર સહી છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે એક બાદ એક સિરીઝ જીતી રહી છે. હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ ટીમને વન ડે અને ટી20 સિરીઝમાં વ્હાઇટ વોશ કરી દીધો છે. આવી સ્થિતીમાં હવે ત્રણ મહત્વના ખેલાડીઓ પડકારના સમયે જ બહાર રહેવાથી શ્રીલંકાને મુશ્કેલ સ્થિતીનો સામનો કરવો પડશે.

શ્રીલંકાની ટીમ ત્રણ મેચની T20 સીરીઝ માટે ભારત આવી છે. શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયામાં 5 મેચની સિરીઝ પૂરી કરીને સીધી ભારત પહોંચી છે અને તે લખનૌમાં છે, જ્યાં સિરીઝની પ્રથમ મેચ રમવાની છે. જો કે આ મેચમાં શ્રીલંકાને આ બે ખેલાડીઓ વિના જીવવું પડશે. બંને ખેલાડીઓએ સાથે મળીને ટીમને ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર જીત અપાવી હતી.

મેન્ડિસ અને તિક્ષણા હેમસ્ટ્રિંગની ઇજાઓથી પીડાય છે

શ્રીલંકાના જાણીતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટે મેચના એક દિવસ પહેલા એટલે કે 23 ફેબ્રુઆરી બુધવારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે આ બંને ખેલાડીઓને હેમસ્ટ્રિંગની સમસ્યા છે. મેન્ડિસ માટે બીજી ટી20માં પણ રમવું મુશ્કેલ છે. તેમની માહિતી મુજબ, શ્રીલંકા આવતીકાલે (24 ફેબ્રુઆરી) કુસલ મેન્ડિસ અને મહિષ તિક્ષણા વિના ઉતરશે. એવી આશંકા છે કે મેન્ડિસ પ્રથમ જ નહી પણ વધુ મેચમાંથી બહાર થઈ શકે છે. બંનેને હેમસ્ટ્રિંગની સમસ્યા છે.

જો કે હસારંગાના મામલામાં શ્રીલંકન ટીમ માટે હજુ પણ આશા છે. તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને જો તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવે છે, તો તે સીધો ભારત જવા રવાના થશે અને ધર્મશાળા પહોંચશે, જ્યાં શ્રેણીની બીજી અને ત્રીજી T20 મેચ રમાશે.

શ્રીલંકા માટે નુક્શાન, ભારત પણ પરેશાન

21 વર્ષીય સ્પિનર ​​મહિષ તિક્ષાનાએ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. 5 મેચમાં, આ ઓફ સ્પિનરે ઇકોનોમીની બોલિંગ સાથે 5 વિકેટ લીધી હતી.ગયા મહિને પ્રતિબંધ બાદ શ્રીલંકાની ટીમમાં પરત ફરેલા ડાબા હાથના આક્રમક ઓપનર કુસલ મેન્ડિસે પણ છેલ્લી T20માં 68 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.

આ ત્રણ ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રીલંકાની ટીમ પર વધારાનું દબાણ રહેશે. જોકે, ભારતીય ટીમ પોતે પણ ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહી છે. કેએલ રાહુલ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બહાર થયા બાદ દીપક ચહર અને સૂર્યકુમાર યાદવ પણ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચોઃ IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

Published On - 9:28 pm, Wed, 23 February 22