IND vs SL: ટીમ ઈન્ડિયાને ઝટકો, ત્રીજી T20 મેચમાંથી ઇશાન કિશન બહાર, માથામાં વાગ્યો હતો શ્રીલંકાના ફાસ્ટ બોલરનો બોલ

|

Feb 27, 2022 | 5:54 PM

ભારતીય ટીમે શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું, પરંતુ ટીમની જીત પહેલા વિકેટકીપર ઈશાન કિશન બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

IND vs SL: ટીમ ઈન્ડિયાને ઝટકો, ત્રીજી T20 મેચમાંથી ઇશાન કિશન બહાર, માથામાં વાગ્યો હતો શ્રીલંકાના ફાસ્ટ બોલરનો બોલ
ઈશાન કિશનને માથામાં વાગ્યો હતો શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાનો બોલ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા (India vs Sri Lanka) સામેની T20 શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે અને હવે ટીમ ઈન્ડિયાની (Team India) નજર રવિવાર 27 ફેબ્રુઆરીએ છેલ્લી મેચમાં વિજય સાથે ક્લીન સ્વીપ કરવા પર છે. જો કે ટીમ ઈન્ડિયાને વધુ એક ખેલાડીની ઈજાનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર અને વિકેટકીપર ઈશાન કિશન (Ishan Kishan) આજે 27 ફેબ્રુઆરીએ રમાનાર શ્રીલંકા સામેની છેલ્લી T20 મેચમાં રમી શકશે નહીં. ધર્મશાલામાં રમાયેલી બીજી T20 મેચ દરમિયાન ઈશાનને માથામાં બોલ વાગ્યો હતો. મેચ બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે ત્રીજી T20Iમાંથી ઈશાનને બાકાત રાખવાની જાહેરાત કરી છે.

શનિવાર 26 ફેબ્રુઆરીએ ધર્મશાલામાં શ્રીલંકા સામેની રમાયેલી બીજી T20 મેચ દરમિયાન ઈશાન કિશનને માથામાં બોલ વાગ્યો હતો. ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવરમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાના બીજો બોલ બાઉન્સર હતો, જે ઇશાન પુલ કરી શક્યો નહોતો. બોલની ઝડપ વધુ હોવાને કારણે તે ચૂકી ગયો અને તેના હેલ્મેટ ઉપર બોલ જોરથી અથડાયો હતો. આ પછી ભારતીય ટીમના ફિઝિયો લાંબા સમય સુધી તેની તપાસ કરી હતી. જો કે એક ઓવર પછી લાહિરુ કુમારાને, ઈશાન કિશનની વિકેટ મળી હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ઈશાનની ઈજા પર BCCIએ શું કહ્યું?

ઈશાન કિશનને મેચ પછીના સ્કેન માટે ધર્મશાલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને રવિવારે સવારે રજા આપવામાં આવી હતી. જો કે, તેને ત્રીજી અને છેલ્લી મેચમાં રમાડવાનુ જોખમ લેવા ટીમ તૈયાર ન હતી અને તેથી ઈશાનને આ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે. બોર્ડે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ઈશાનને ટીમના ડોક્ટર સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. સીટી સ્કેન રિપોર્ટ સામાન્ય છે. BCCIની મેડિકલ ટીમ ઈશાન પર નજર રાખશે. ઈશાન શ્રીલંકા સામેની ત્રીજી T20Iમાંથી બહાર થઈ ગયો છે.

રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે ?

ઈશાન કિશનની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે ? ટીમના બેકઅપ ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીની શરૂઆતમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે બહાર થઈ ગયો હતો. મયંક અગ્રવાલને તેના બેકઅપ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે, મયંકને તક મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે, કારણ કે ટીમ રોહીત સાથે ઓપનિંગમાં સંજુ સેમસનને પણ અજમાવી શકે છે, જેણે બીજી T20માં 39 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

આ પણ વાંચોઃ

IND vs SL: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડિયાના વિરાટ કોહલી સહિત ખેલાડીઓ મોહાલી પહોંચ્યા, ક્વોરન્ટાઇનમાં અપાઇ રાહત

આ પણ વાંચોઃ

IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ ’27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે’

Next Article