IND vs SL: અક્ષર પટેલ બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની થશે એન્ટ્રી! ગત વર્ષે ડે નાઇટ ટેસ્ટમાં મચાવી દીધી હતી ધૂમ

મોહાલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) લગભગ એક મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે આવી હતી, પરંતુ બેંગ્લોરમાં યોજાનારી ડે-નાઈટ ટેસ્ટ માટે આ ખેલાડીની વાપસીથી તેની તાકાતમાં વધુ વધારો થશે.

IND vs SL: અક્ષર પટેલ બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની થશે એન્ટ્રી! ગત વર્ષે ડે નાઇટ ટેસ્ટમાં મચાવી દીધી હતી ધૂમ
Axar Patel શ્રીલંકા સામેની સિરીઝ અગાઉ કોરોના સંક્રમિત થયો હતો
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:16 AM

મોહાલી માં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને (India Vs Sri Lanka) કોઈપણ સમસ્યા વિના હરાવ્યું. ટીમ ઈન્ડિયા (Team India) એ પોતાના નબળા પ્રતિસ્પર્ધી પર એક ઈનિંગ્સ અને 222 રનથી આસાન જીત મેળવી અને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. બે મેચોની શ્રેણીની આગામી મેચ હવે 12 માર્ચથી બેંગલુરુ (Bengaluru Test) માં રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. ભારતીય ટીમ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે, કારણ કે તેણે લગભગ સંપૂર્ણ ક્ષમતા સાથે આ મેચમાં પ્રવેશ કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયાની તાકાત વધુ વધવા જઈ રહી છે કારણ કે ડે-નાઈટ ટેસ્ટમાં ભારતનો સૌથી સફળ બોલર ટીમમાં સામેલ થવા જઈ રહ્યો છે.

અહેવાલ મુજબ, ભારતીય ટીમનો ડાબોડી સ્પિન-ઓલરાઉન્ડર અક્ષર પટેલ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી મેચ માટે ફિટ હશે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. અક્ષર પટેલને ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી પહેલા કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામેની ODI અને T20I શ્રેણી માટે ઉપલબ્ધ નહોતો. જો કે તેની ટેસ્ટ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ પસંદગીકારોએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે પ્રથમ ટેસ્ટમાં નહીં રમે અને અંતિમ નિર્ણય બીજી ટેસ્ટમાં ફિટનેસના આધારે લેવામાં આવશે.

અક્ષર પટેલ સ્વસ્થ

મીડીયા અહેવાલ મુજબ, અક્ષર પટેલ સંક્રમણમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને બીજી ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. કોરોનામાંથી સ્વસ્થ થયા પછી, અક્ષર બેંગલુરુમાં જ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેના પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો હતો, જ્યાં અન્ય ઘણા ઘાયલ ખેલાડીઓ પહેલેથી જ હાજર છે. અક્ષર પટેલના આગમનથી ટીમ ઈન્ડિયા પાસે બીજી ટેસ્ટ માટે સ્પિન બોલિંગમાં બીજો વિકલ્પ હશે.

ટીમ ઈન્ડિયાની તાકાત વધશે

ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં જયંત યાદવ ત્રીજા સ્પિનરની ભૂમિકામાં હતા, પરંતુ ન તો તેમને વધુ બોલિંગ કરવાની તક ના મળી અને જ્યારે તેમને મોકો મળ્યો ત્યારે પણ સફળતા ના મળી. આવી સ્થિતિમાં, જો ભારતીય ટીમ ગુલાબી બોલથી 3 સ્પિનરોને મેદાનમાં ઉતારવાનું નક્કી કરે છે, તો જયંતના સ્થાને અક્ષરની વાપસી થશે.

અક્ષર ડે-નાઈટ ટેસ્ટમાં ભારતનો સૌથી સફળ બોલર છે. તેણે ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ અને એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી (પ્રથમમાં 6, બીજીમાં 5).

 

આ પણ વાંચોઃ Basketball: રશિયામાં અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડીની ધરપકડ, ઓલિમ્પિક ચેમ્પિયનને માદક પદાર્થ રાખવાના ગુન્હામાં કાર્યવાહી

આ પણ વાંચોઃ આવી રહી છે TCS ની 18000 કરોડ રૂપિયાની બાયબેક ઓફર, 9 માર્ચથી 23 માર્ચ સુધી, જાણો પુરી ડીટેલ્સ

Published On - 9:15 am, Mon, 7 March 22