IND vs SCOT, T20 World Cup: વિરાટ કોહલીના જન્મદિવસની મજા બગાડવાનો સ્કોટલેન્ડનો પ્લાન, ત્રણેય લીગ મેચ હારીને પણ ભારત સામે હુંકાર

|

Nov 05, 2021 | 4:07 PM

સ્કોટલેન્ડ વિરાટ કોહલી (Virat Kohli) ના જન્મદિવસની ઉજવણીના ટીમ ઈન્ડિયાના ઈરાદા પર પાણી ફેરવવા માટે તૈયાર છે. તેણે ભારતીય કેપ્ટનને ઘેરવા માટે માસ્ટર પ્લાનની તૈયારી કરી લીધી છે.

IND vs SCOT, T20 World Cup: વિરાટ કોહલીના જન્મદિવસની મજા બગાડવાનો સ્કોટલેન્ડનો પ્લાન, ત્રણેય લીગ મેચ હારીને પણ ભારત સામે હુંકાર
Virat Kohli

Follow us on

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં, ટીમ ઈન્ડિયા (Team India) નો સામનો આજે સ્કોટલેન્ડ (Scotland) સામે થઈ રહ્યો છે, આ મેચમાં ભારત (India) ને મોટી જીતની જરૂર છે. ભારતીય ટીમ પણ તેનો પ્રયાસ કરશે. કારણ કે સવાલ માત્ર સેમીફાઈનલની ટિકિટનો નથી, પણ કેપ્ટન વિરાટ કોહલીના જન્મદિવસ (Virat Kohli’s Birthday)નો પણ છે. પરંતુ, સ્કોટલેન્ડ પણ ટીમ ઈન્ડિયાના આ ઈરાદાને નિષ્ફળ બનાવવાની યોજના સાથે તૈયાર છે. તેણે ભારતીય કેપ્ટનને ઘેરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેમના માટે એક ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે, જેનો ખુલાસો સ્કોટિશ બોલર માર્ક વોટે (Mark Watt) કર્યો છે.

સ્કોટલેન્ડની ટીમ ટુર્નામેન્ટમાં 3 મેચ રમ્યા બાદ એક પણ મેચ જીતી શકી નથી. પરિણામ એ આવ્યું છે કે 3 માંથી 3 મેચ હાર્યા બાદ આ ટીમ ગ્રુપ B પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. અને હવે આવી સ્થિતિમાં તે મેચ જીતવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે. સ્કોટલેન્ડની ટીમ આ માટે ભારતને હરાવવા માટે પૂરો જોર લગાવવા માંગે છે.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

 

સ્કોટલેન્ડ પાસે વિરાટ કોહલી માટે ખાસ પ્લાન છે

ટીમ ઈન્ડિયા સામેની આજની મેચ પહેલા જ્યારે સ્કોટિશ બોલર માર્ક વેઈટને વિરાટ કોહલી સામેની તેની યોજના અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું, તેમની પાસે વિરાટ કોહલીને ઘેરવાની ખાસ યોજના છે. મને લાગે છે કે વિરાટને આનો સામનો કરવો મુશ્કેલ બનશે. અને, આ તેમના માટે ચિંતાનો વિષય છે.

 

આજે વિરાટ અને માર્ક વેઈટનો મુકાબલો થશે

વિરાટ કોહલી પોતાના જન્મદિવસ પર ટીમને જીતાડવા માટે બેતાબ હશે અને બીજી તરફ સ્કોટિશ બોલર માર્ક વેઈટ તેને પોતાના પ્લાનિંગથી આમ કરતા રોકવા પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં, ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી વિરાટ અને વેઇટ બંનેના પ્રદર્શનને જોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 3 મેચની 2 ઇનિંગ્સમાં 1 અડધી સદી સાથે 66 રન બનાવ્યા છે. આમાં 57 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup: મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં, આ દિગ્ગજે ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવાની માંગ કરી દીધી

આ પણ વાંચોઃ Surat : સુરતના આર્ય દેસાઈ અને દમણના યશ ટંડેલની BCCIની અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી

 

Next Article