IND vs SA: ભારતીય ટીમનો પ્રથમ દાવ 202 રન પર સમેટાયો, કેએલ રાહુલનુ અર્ધશતક, યાનસનની 4 વિકેટ

|

Jan 03, 2022 | 8:13 PM

ભારતીય ટીમ (Team India) ટેસ્ટ સિરીઝમાં 1-0 થી લીડ કરી રહી છે અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં ઇતિહાસ રચવાની આશા સેવાઇ રહી છે

IND vs SA: ભારતીય ટીમનો પ્રથમ દાવ 202 રન પર સમેટાયો, કેએલ રાહુલનુ અર્ધશતક, યાનસનની 4 વિકેટ
KL Rahul-Mayank Agarwal

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ જોહાનિસબર્ગ (Johannesburg Test) માં રમાઈ રહી છે. આજથી જ આ ટેસ્ટ શરૂ થઈ છે અને ભારતીય ટીમે (Indian Cricket Team) ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ દાવમાં પ્રથમ દિવસે ટીમ 202 સ્કોર પર સમેટાઇ ગઇ હતી. કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) સિવાય અન્ય કોઇ બેટ્સમેન ટીમ માટે યોગ્ય પ્રદર્શન કરી શક્યો નહોતો. ટીમે એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી હતી. રહાણે અને પુજારા પણ નિષ્ફળ રહ્યા હતા.

ભારતીય ટીમે (Team India) બીજા સત્રમાં 93 રન બનાવ્યા છે, જ્યારે બે વિકેટ પણ ગુમાવી છે. ટીમ માટે આ સેશનમાં કેપ્ટન કેએલ રાહુલે સારી ઇનિંગ રમી અને અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ આ સેશનમાં રાહુલ અને હનુમા વિહારીની વિકેટ ગુમાવી હતી. કાગીસો રબાડા અને માર્કો યાનસન (Marco Jansen) ને આ સફળતા મળી.

ટીમના બેટ્સમેનો એક બાદ એક પેવેલિયનનો રસ્તો માપવા લાગ્યા હતા અને પ્રથમ ટેસ્ટ જીતવાનો આનંદ પ્રથમ દિવસની રમત જોઇને ઓસરાઇ ગયો હતો. ઓપનર મયંક અગ્રવાલે 26 રન જોડ્યા હતા. જ્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. પુજારાએ 33 બોલની રમત રમીને માત્ર 3 જ રનનુ યોગદાન આપીને વિકેટ ગુમાવી હતીય જ્યારે રહાણે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

અશ્વિનનો પ્રયાસ

મીડલ ઓર્ડર ફરી એકવાર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નિવડ્યો હતો. પરંતુ નિચલા ક્રમે સ્કોરબોર્ડને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. હનુમા વિહારીએ 20 રન ઉમેર્યા હતા. જ્યારે ઋષભ પંત ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો તેણે 17 રન જોડ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 46 રનની ઇનીંગ રમી હતી જે ભારતીય ટીમ માટે મહત્વની રહી હતી. તેણે ઇનીંગ દરમ્યાન 6 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. શામી એ 9 અને જસપ્રિત બુમરાહેે 11 બોલમાં 14 રન ફટકાર્યા હતા. તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

 

આ પણ વાંચોઃ Sports: પંજાબ સરકાર પર દિવ્યાંગ મહિલા ખેલાડી મલિકાએ લગાવ્યા સણસણતા આરોપ, વાહવાહી લુટવા પ્રધાન પર ‘વચન ભંગ’ નો આરોપ દર્શાવ્યો

Published On - 7:35 pm, Mon, 3 January 22

Next Article