
ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં જીત મેળવ્યા બાદ યુવા ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રીકન ધરતી પર પહોંચી છે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર સ્વાગત થતુ જોવા મળે છે. તે સમયે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ લાચાર પણ જોવા મળે છે.
10 ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રીકાની ટીમો વચ્ચે ટી20 સિરીઝની શરુઆત થશે. બીસીસીઆઈ દ્વારા શેયર કરવામાં આવેલા વીડિયોમાં ટીમ ઈન્ડિયા બેંગ્લોર એરપોર્ટ ઉડાન ભરી સાઉથ આફ્રીકાની ધરતી પર પહોંચતા જોવા મળે છે. આફ્રીકન ધરતી પર ટીમ ઈન્ડિયાનું સ્વાગત વરસાદ સાથે થાય છે. જેને કારણે કેટલાક ભારતીય ક્રિકેટર્સ માથા પર ટ્રોલી બેગ લઈને ભાગતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ગંભીરે ‘ફિક્સર’ કહીને કરી ઉશ્કેરણી અને થઈ ગઈ બબાલ, સાંભળો શ્રીસંતનો નવો વીડિયો
South Africa bound ✈️#TeamIndia are here #SAvIND pic.twitter.com/V2ES96GDw8
— BCCI (@BCCI) December 7, 2023
T20: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અરશરાજ, મોહમ્મદ સિંહ મુકેશ કુમાર, દીપક ચહર.
ODI: રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.
ટેસ્ટઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ શમી (જો ફિટનેસ સાબિત થાય તો)
આ પણ વાંચો: જયપુરમાં નોન વેજ વિરુદ્ધ અભિયાન ચલાવનાર કોણ છે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય