
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે, દક્ષિણ આફ્રિકાના બોલરોએ ભારતીય બેટ્સમેનોને મુશ્કેલ કરી દીધા હતા અને તેનો પ્રથમ દાવ 223 રનમાં સમેટી લીધો હતો. મેચના બીજા દિવસે ભારતીય બોલરોએ પણ વળતો પ્રહાર કર્યો અને યજમાન ટીમના બેટ્સમેનોને ટકી રહેવાની તક આપી ન હતી. મેચ દરમિયાન ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકા (South Africa) ને ઓલઆઉટ કરીને પરસેવો પાડી દીધો હતો. જ્યારે અમ્પાયરો પણ અહી બોલની ગણતરી ભૂલી ગયા હતા અને જેની શાર્દુલ ઠાકુર (Shardul Thakur) ને સજા મળી હતી.
દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ માત્ર 210 રનમાં સમેટાઈ ગયો હતો. મુલાકાતી ટીમની ઇનિંગ્સની 50મી ઓવર ભારત માટે ઘણી મોંઘી છે. જ્યાં આ ઓવરમાં ભારત પર પાંચ રનની પેનલ્ટી લગાવવામાં આવી હતી. બીજી તરફ અમ્પાયરની ભૂલને કારણે શાર્દુલે આ ઓવરમાં છને બદલે સાત બોલ ફેંકવા પડ્યા હતા.
કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 50મી ઓવર શાર્દુલ ઠાકુરને કરવાની જવાબદારી આપી હતી. શાર્દુલે ઓવર લાવીને 7 રન આપ્યા. જોકે આ ઓવરમાં તેણે છને બદલે સાત બોલ કર્યા હતા. ઓવરના છઠ્ઠા બોલ પછી પણ અમ્પાયરે તેને રોક્યો નહોતો. એ તો ઠીક વિરાટ અને આખી ટીમ ઈન્ડિયા બોલની ગણતરી કરી નહોતી, જેથી કોઈએ તેને રોક્યો જ નહીં. જોકે ઓવરના સાતમા બોલ પર કોઈ રન ન આવ્યો.
એ જ ઓવરના પાંચમા બોલ પર ભારત પર પાંચ રનની પેનલ્ટી પણ લગાવવામાં આવી હતી. પાંચમો બોલ ટેમ્બા બાવુમાના બેટની કિનારે વાગ્યો અને પૂજારા કેચ લઈ શક્યો નહીં. ત્યારપછી બોલ પંતને જમીન પર રાખેલા હેલ્મેટ પર વાગ્યો. સાઉથ આફ્રિકાને પેનલ્ટી તરીકે વધુ પાંચ રન સ્કોરમાં મળ્યા હતા.
બોલરોના જોર પર ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં શાનદાર વાપસી કરી હતી. મેચના પ્રથમ દિવસે ભારતીય દાવ 223 રનમાં સમેટાઈ ગયો હતો. મેચના બીજા દિવસે ભારતીય બોલરોએ પણ સારો જવાબ આપ્યો હતો. બુધવારે યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ 210 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કીગન પીટરસને યજમાન ટીમ માટે સૌથી મહત્વપૂર્ણ 72 રનની ઇનિંગ રમી હતી.
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 5 જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ શામીએ 2-2 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરની પણ એક વિકેટ આવી. ભારતને પ્રથમ દાવના આધારે 13 રનની લીડ મળી છે.
Published On - 9:07 pm, Wed, 12 January 22