IND vs SA: નવદિપ સૈની અને જયંત યાદવને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં મળ્યુ સ્થાન, સિરાજ અને સુંદરની લેશે જગ્યા

|

Jan 12, 2022 | 8:37 PM

વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ જણાતા તે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની વન ડે સિરીઝમાંથી તેને બહાર થયો છે.

IND vs SA: નવદિપ સૈની અને જયંત યાદવને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં મળ્યુ સ્થાન, સિરાજ અને સુંદરની લેશે જગ્યા
સિરાજ હેમસ્ટ્રિંગ ને લઇને પરેશાન છે

Follow us on

આગામી સપ્તાહ થી ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે વન ડે સિરીઝનો પ્રારંભ થનારો છે., હાલમાં બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે. બંને ટીમો ટેસ્ટ સિરીઝમાં 1-1 ની બરાબરી પર છે. વન ડે સિરીઝ પહેલા ભારતીય ટીમમાં જયંત યાદવ (Jayant Yadav) અને નવદિપ સૈની (Navdeep Saini) ને સામેલ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ જણાતા તે દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સિરીઝમાંથી તેને બહાર કરી દેવાયો હતો.

ભારતીય ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે બુધવારે ભારતીય ટીમના ખેલાડીઓ સાથે વન ડે સિરીઝ માટે કેપટાઉન જવાનુ હતુ. આ સાથે જ તેણે વન ડે ટીમ સાથે જોડાવવાનુ હતુ. પરંતુ આ પહેલા જ તે કોરોના સંક્રમિત જણાયો હતો. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ પણ ટેસ્ટ સિરીઝ દરમિયાન પરેશાન છે. તે હેમસ્ટ્રિંગ ઇજાથી પીડાઇ રહ્યો છે.

સિરાજ પર અપડેટ

BCCI એ સિરાજના બેક અપ રુપમાં ઝડપી બોલર નવદીપ સૈનીને વન ડે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ભારત માટે 2 ટેસ્ટ, 8 ODI અને 11 T20 મેચ રમી છે. જ્યારે સુંદરના બદલે જયંત યાદવને સ્થાન આપવામાં આવ્યુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બીસીસીઆઈએ માહિતી આપી છે કે મોહમ્મદ સિરાજની ઈજા હજુ સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી અને તેના માટે વનડે શ્રેણીમાં રમવું મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે સિરાજને જોહાનિસબર્ગ ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.

ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

KL રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, ઋષભ પંત (WK), ઈશાન કિશન (WK), યુઝવેન્દ્ર ચહલ, આર. અશ્વિન, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પ્રશાંત કૃષ્ણ અને મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.

 

આ પણ  વાંચોઃ Ankita Raina:ટેનિસ સ્ટાર અંકિતા રૈના કોરોના સંક્રમિત જણાઇ, ઓસ્ટ્રેલિયન ઓપનમાં હિસ્સો લેવા મેલબોર્નમાં પહોંચી હતી

આ પણ વાંચોઃ IND vs SA: જસપ્રીત બુમરાહે જબરદસ્ત બોલ વડે ‘ગીલ્લી’ જ નહી માર્કરમના હોશ ઉડાવી દીધા, જુઓ Video

Published On - 5:54 pm, Wed, 12 January 22

Next Article