IND vs SA : દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ચિંતાજનક સમાચાર, મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત

|

Dec 13, 2021 | 3:25 PM

ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા મુંબઈમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. રોહિત શર્માને આ ઈજા ત્યારે થઈ જ્યારે થ્રો ડાઉન નિષ્ણાત રાઘવેન્દ્રનો બોલ સીધો હાથ પર ગયો.

IND vs SA : દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ચિંતાજનક સમાચાર, મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ- ટીમ ઈન્ડિયા નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં તે ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચ રમવાનો હતો.

Follow us on

IND vs SA : ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test)થી શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જશે. પરંતુ, તે પહેલા સમાચાર સારા નથી. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા (Team India)ની ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા મુંબઈમાં ટ્રેનિંગ સેશન (Training session)દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. રોહિત શર્મા (Rohit Sharma)ને આ ઈજા ત્યારે થઈ જ્યારે થ્રો ડાઉન નિષ્ણાત રાઘવેન્દ્રનો બોલ સીધો તેના હાથ પર ગયો અને તેને ભારે દુખાવો થયો.

પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma)ઘાયલ થવાના સમાચાર દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા તેના ચાહકો માટે સારા સમાચાર નથી. રોહિત શર્માની ઈજા હવે કેવી છે તેના અપડેટ્સની રાહ જોઈ રહ્યા છીએ. અજિંક્ય રહાણેને પણ વર્ષ 2016માં આવી જ ઈજા થઈ હતી, જેમાં થ્રો-ડાઉન પર તેની આંગળી તૂટી ગઈ હતી.

રોહિતને ફિટ થવા માટે 2 અઠવાડિયા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દક્ષિણ આફ્રિકા પ્રવાસની પ્રથમ ટેસ્ટ રમવામાં હજુ 2 અઠવાડિયા બાકી છે. એટલે કે, જો રોહિતની ઈજા વધુ ગંભીર ન બને, જેનો અંદાજ પણ છે, તો તે ફિટ થઈ શકે છે. પરંતુ જો તે ઈજાગ્રસ્ત રહે છે, તો તે સ્થિતિમાં મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ સેન્ચુરિયનમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારતીય દાવની શરૂઆત કરી શકે છે. જોકે, ભારતીય ટીમની પ્રથમ પસંદગી રોહિત શર્મા હશે અને તે તેને ઝડપથી ફિટ જોવા અને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ રમવા ઈચ્છશે.

 રોહિતનું જલ્દી ફિટ થવું જરૂરી છે

હવે સમજો કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રોહિત શર્મા માટે ફિટ રહેવું શા માટે જરૂરી છે. હિટમેન ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ પછી આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. તે જે પ્રકારના ફોર્મમાં છે તે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવામાં મદદ કરી શકે છે. તેણે ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 52થી વધુની એવરેજથી 368 રન બનાવ્યા છે.

અત્યારે આખી ટીમ ઈન્ડિયા મુંબઈમાં બનેલા બાયો બબલમાં છે. અહીંથી તે 16 ડિસેમ્બરે ચાર્ટર્ડ ફ્લાઈટમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 3 ટેસ્ટ મેચની સીરીઝ રમ્યા બાદ ભારતે 3 વનડે સીરીઝ પણ રમવાની છે, જેમાં રોહિત શર્મા કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાએ શ્રીનગરમાં આતંકીઓનો બોલાવ્યો ખાત્મો, રંગરેટ વિસ્તારમા 2 આતંકીને કર્યા ઠાર

Next Article