IND vs SA: ભારતીય ટીમને Omicron Variant ના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકા મોકલવા BCCI તૈયારીઓમાં, સામે આવી આવી વાત

|

Dec 04, 2021 | 8:18 AM

ભારતીય ટીમ (Team India) આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) ના આવવાથી આ પ્રવાસ પર સંકટના વાદળો છવાઈ ગયા હતા.

IND vs SA: ભારતીય ટીમને Omicron Variant ના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકા મોકલવા BCCI તૈયારીઓમાં, સામે આવી આવી વાત
Indian Cricket Team

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (India Cricket Team) આ મહિને દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ માટે રવાના થવાની છે, પરંતુ કોવિડના નવા પ્રકાર, ઓમિક્રોન (Omicron Variant) ના આગમનને કારણે, આ પ્રવાસ પર સંકટના વાદળો છવાયેલા હતા. એવું લાગતું હતું કે આ પ્રવાસ રદ થઈ શકે છે, પરંતુ ઓમિક્રોનની ધમકી વચ્ચે, ટીમ ઈન્ડિયા (Team India) નો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ નિશ્ચિત જણાઈ રહ્યો છે. કારણ કે BCCI ને વિશ્વાસ છે કે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ટીમ માટે જે બાયો બબલ બનાવવામાં આવશે, તે સુરક્ષિત રહેશે અને ટીમના ખેલાડીઓ માટે કોઈ ખતરો નહીં હોય.

તેથી જ BCCI આ પ્રવાસને લીલી ઝંડી આપવા તૈયાર જણાય છે. ભારતે આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 મેચ રમવાની છે. આ પ્રવાસ 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. સાત સપ્તાહના આ પ્રવાસ દરમિયાન ખેલાડીઓ ખૂબ જ કડક બાયો બબલમાં હશે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા છીએ અને તે ચોક્કસ છે. શનિવારે મળનારી બોર્ડની વાર્ષિક સાધારણ સભામાં જનરલ બોડી દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવશે તેવું મનાય છે. જોકે, ભારતીય ટીમને ત્યાં જવા માટે થોડો સમય લાગી શકે છે. અગાઉ આ ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ બાદ તરત જ રવાના થવાની હતી.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

દર્શકો વગર મેચ રમાશે

આ પ્રવાસ પરની મેચો દર્શકો વિના રમાશે. CSA માટે ભારતનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે TV પ્રસારણ અધિકારો દ્વારા આ પ્રવાસમાંથી કરોડો રૂપિયાની કમાણી કરશે. BCCI માટે સૌથી મોટો ફાયદો એ ભારત A પ્રવાસ છે જે હાલમાં ચાલી રહ્યો છે. ભારત-A હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે જ્યાં તેઓ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહ્યા છે.

અધિકારીએ કહ્યું, અમને મળેલી માહિતી એ છે કે CSA દ્વારા બનાવવામાં આવેલ બાયો બબલ સલામત છે. આ ઉપરાંત, અત્યાર સુધી એવો કોઈ ડેટા નથી જે કહી શકે કે આ વાયરસ કેટલો ખતરનાક છે. ઉપરાંત, અમને આ પ્રવાસ અંગે સરકાર તરફથી કોઈ માહિતી મળી નથી. ટીમ ટૂંક સમયમાં બાયો બબલમાં પ્રવેશ કરશે અને ચાર્ટર ફ્લાઇટ દ્વારા રવાના થશે. જો ત્યાં વિલંબ થાય તો પણ, તે બબલ ટુ બબલ ટ્રાન્સફર હશે, તેથી કોઈ કડક ક્વોરન્ટાઇનની જરૂર રહેશે નહીં.

જોકે, BCCI માટે સમસ્યા એ હોઈ શકે છે કે જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકાથી પરત આવશે તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરશે. કારણ કે રેઈનબો નેશનથી આવતા મુસાફરો માટે ભારત સરકારના ખાસ નિયમો છે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પૂજારાએ ‘શૂન્ય’ પર આઉટ થવાને લઇને નોંધાવ્યો નાપસંદ રેકોર્ડ, 40 ઇનીંગથી શતક લગાવી શક્યો નથી

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે પ્રથમ દિવસે અપશુકનિયાળ નિવડ્યો ’80’ નો આંકડો, કોહલી-પુજારા પણ થઇ ગયા ત્રસ્ત

Published On - 8:16 am, Sat, 4 December 21

Next Article