IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર પહેલી ટી20 મેચની 94 % ટિકિટો વહેંચાઇ ગઇ

Cricket : ભારત (Team India) અને સાઉથ આફ્રિકા (Cricket South Africa) વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે. જેમાં દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે.

IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર પહેલી ટી20 મેચની 94 % ટિકિટો વહેંચાઇ ગઇ
Team India and Cricket South Africa (File Photo)
| Edited By: | Updated on: Jun 07, 2022 | 2:28 PM

ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે. જેમાં દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે. આ મેચનો ઉત્સાહ એટલો બધો જોવા મળી રહ્યો છે કે આ મેચ ફુલ હાઉસ થવા જઈ રહ્યું છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) અનુસાર આ મેચની 94 ટકા ટિકિટો વેચાઈ ચૂકી છે અને માત્ર થોડી જ ટિકિટ બાકી છે.

લાંબા સમય બાદ દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ મેદાન પર છેલ્લી વખત નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. તે મેચમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. ત્યાર બાદ હવે દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. એટલા માટે ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તો આ T20 શ્રેણીમાં કોઈ બાયો-બબલ નહીં હોય. તેથી ખેલાડીઓને પણ ઘણી રાહત મળશે. બે વર્ષમાં આ પહેલી આંતરરાષ્ટ્રીય શ્રેણી હશે જેમાં બાયો-બબલ નહીં હોય.

માત્ર 400-500 ટીકિટો જ બાકી છેઃ જોઇન્ટ સેક્રેટરી, ડીડીસીએ

આ મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તેથી ટિકિટો વેચવામાં વધુ સમય લાગ્યો ન હતો. ડીડીસીએના જોઈન્ટ સેક્રેટરી રાજન મનચંદાએ પીટીઆઈને કહ્યું, ’94 ટકા ટિકિટો વેચાઈ ચૂકી છે. માત્ર 400-500 ટિકિટ બાકી છે. આ પહેલા ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીએ કહ્યું હતું કે, મેદાન પર આવનારા દર્શકો માટે કડક પ્રતિબંધો હશે અને તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

 

 


તેણે કહ્યું હતું કે, “તમામ જરૂરી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ભલે કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. પરંતુ અમે લોકો માટે તેનું પાલન કરવાનું ફરજિયાત બનાવીશું. અગાઉથી તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. મેચની યજમાની માટે સ્ટેડિયમ તૈયાર છે અને અમે ચાહકોને આવકારવા માટે ઉત્સુક છીએ. અમે પ્રથમ T20 મેચ માટે ભારે ભીડની અપેક્ષા રાખીએ છીએ. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલેથી જ અહીં આવી ચુકી છે અને તેઓ હવામાનને અનુરૂપ છે.”

Published On - 2:27 pm, Tue, 7 June 22