IND vs SA: ભારતનો પ્રથમ દાવ 223 પર સમેટાયો, કેપ્ટન કોહલીનુ અર્ધશતક, રબાડા અને યાન્સેન સામે ટીમ ઇન્ડિયાને મુશ્કેલી

|

Jan 11, 2022 | 9:03 PM

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IND vs SA: ભારતનો પ્રથમ દાવ 223 પર સમેટાયો, કેપ્ટન કોહલીનુ અર્ધશતક, રબાડા અને યાન્સેન સામે ટીમ ઇન્ડિયાને મુશ્કેલી
Virat Kohli: વિરાટ કોહલી અર્ધશતક થી વટાવ્યા બાદ ફરી શતક સુધી પહોંચી ના શક્યો

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની કેપટાઉનમાં રમાઈ રહેલી અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચનો મંગળવારે પ્રથમ દિવસની રમત હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમને સારી શરૂઆતની અપેક્ષા હતી. પરંતુ કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલ (Mayank Agarwal) સારી ગતિ મેળવ્યા બાદ પણ ટીમની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહોતા.

ભારતીય ટીમનો પ્રથમ દાવ 223 રન પર સમાપ્ત થયો હતો. ચેતેશ્વર પુજારા અને કોહલી સિવાય અન્ય બેટ્સમેનો પિચ પર ઉભા રહેવામાં જાણે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. રબાડા અને યાન્સેને પણ ભારતીય બેટ્સમેનો સામે ગુડ લેન્થ બોલીંગ કરીને મુશ્કેલીને વધારી મુકી હતી. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે હાલમાં સિરીઝ 1-1 થી બરાબર છે અને આ મેચ જીતનાર ટીમ સિરીઝ પર કબજો કરી લેશે. આવી સ્થિતિમાં બંને ટીમનો પ્રયાસ આ મેચ પોતાના નામે કરવાનો છે.

ઓપનરો ઝડપથી આઉટ થવા બાદ કોહલી (79) અને ચેતેશ્વર પૂજારા (43) એ ટીમની કમાન સંભાળી હતી અને લંચ સુધી ભારતને સ્થિતી જાળવી રાખી હતી. પરંતુ બીજા સેશનમાં ભારતે બે મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે (09)ની વિકેટ ગુમાવી હતી. જોકે આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી ઉભો રહ્યો હતો.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

કોહલી શતક સુધી ના પહોંચી શક્યો

કાગિસો રબાડાની શાનદાર બોલિંગ વચ્ચે કોહલીએ ટીમનો બોજ પોતાના ખભા પર ઉઠાવ્યો હતો. ટી સુધી ભારતે ચાર વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. કોહલીએ ત્રીજા સેશનમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ થોડા સમય બાદ તેણે ઋષભ પંત (27) નો સાથ ગુમાવ્યો હતો. પંતને યાન્સને આઉટ કર્યો હતો. ત્યારપછી યાનસાને રવિચંદ્રન અશ્વિન (02) ને પણ પેવેલિયનમાં મોકલ્યો હતો.

શાર્દુલ ઠાકુર (12) કોહલીને સપોર્ટ કરે તેવી અપેક્ષા હતી પરંતુ તે પણ પેવેલિયન પરત ફર્યો હતો. કોહલી પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ રબાડાએ તેને 100 રન બનાવવા ન દીધા. કોહલીના રુપમાં ભારતે 9મી વિકેટ ગુમાવી હતી. શામીને એનગિડીએ આઉટ કરતા જ ભારતીય ટીમનો પ્રથમ દાવનો અંત આવ્યો હતો.

કેપટાઉનમાં ભારતીય ટીમના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કો યાન્સેને 3 વિકેટ ઝડપી હતી. લુંગ એનગિડી, કેશવ મહારાજ અને ઓલિવરે એક એક વિકટ ઝડપી હતી. પિચ અને વાતાવરણ આફ્રિકી બોલરોને માટે મદદગાર નિવડ્યા હતા.

ભારત અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને આ વખતે તે આ કામ કરીને ઈતિહાસ રચવા માંગશે જ્યારે દક્ષિણ આફ્રિકા તેને રોકવાનો પૂરો પ્રયાસ કરશે.

 

આ પણ વાંચોઃ IND vs SA: અજિંક્ય રહાણે કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં ફ્લોપ, વર્ષભરથી કરી રહ્યો છે એક જ ભૂલ, રન ક્યાંથી બનશે?

 

આ પણ વાંચોઃ Golden Letter Box: ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા Olympics ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા માટે અનોખું સન્માન

Published On - 8:56 pm, Tue, 11 January 22

Next Article