IND vs SA: ભારત પર મુશ્કેલીના વાદળો ઘેરાયા, ત્રીજા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકા લક્ષ્યથી 122 રન દુર

|

Jan 05, 2022 | 9:16 PM

ભારતનો બીજો દાવ 266 રનમાં ઓલઆઉટ થયો હતો. અજિંક્ય રહાણે (Ajinky Rahane) એ સૌથી વધુ 58 રન, પૂજારાએ 53 રન બનાવ્યા હતા.

IND vs SA: ભારત પર મુશ્કેલીના વાદળો ઘેરાયા, ત્રીજા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકા લક્ષ્યથી 122 રન દુર
India Vs South Africa

Follow us on

જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) માં ટીમ ઈન્ડિયા (Team India) એ દક્ષિણ આફ્રિકાને 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે બીજા દાવમાં 266 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં મેળવેલી લીડને લઇને 240 રનનો વિજયી લક્ષ્યાંક મળ્યો હતો. ત્રીજા દિવસે ચોથા દાવની શરુઆત થઇ હતી. જેમાં આફ્રિકી બેટ્સમેનોએ લક્ષ્યનો પિછો કરવાની શરુઆત કરતા ભારત માટે વિકેટ મેળવવી મુશ્કેલ બની રહી હતી. ત્રીજા દિવસના એંતિ આફ્રિકાએ 118 નો સ્કોર કર્યો હતો. આમ મેચ હવે રોમાંચક સ્થિતીમાં પહોંચી છે.

 

આ પહેલા ખરાબ ફોર્મમાં ચાલી રહેલા અજિંક્ય રહાણે (Ajinky Rahane) અને ચેતેશ્વર પૂજારા (Ajinky Rahane) એ બીજી ઇનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. રહાણેએ સૌથી વધુ 58 અને પૂજારાએ 53 રન બનાવ્યા હતા. હનુમા વિહારી (Hanuma Vihari) એ અણનમ 40 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે પણ 28 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. યાનસન અને લુંગી એનગિડીને પણ 3-3 વિકેટ મળી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પંત ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. રવિચંદ્રન અશ્વિન 14 બોલમાં 16 રન બનાવીને ન્ગીડીના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 29 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી હનુમા વિહારી અને શાર્દુલ ઠાકુરે સારી બેટિંગ કરી હતી. બંને વચ્ચે 40 બોલમાં 41 રનની ભાગીદારી થઈ હતી. શાર્દુલે 28 રન બનાવ્યા અને હનુમા વિહારીએ પણ પૂંછડીના બેટ્સમેનોની સાથે 40 મહત્વપૂર્ણ રન બનાવ્યા.

આફ્રિકાનો લક્ષ્યાંકે પહોંચવા પ્રયાસ

દક્ષિણ આફ્રિકાએ તેના ઓપનર એડન માર્કરમના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાને પ્રથમ ફટકો 47ના કુલ સ્કોર પર લાગ્યો હતો. જોકે ત્યારપછી ટીમના સુકાની ડીન એલ્ગર અને કીગન પીટરસને ટીમની કમાન સંભાળી હતી અને ભારતીય બોલરોને વિકેટો માટે તરસાવી દીધા હતા.

સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા છે. એલ્ગર 46 રને અણનમ છે. એલ્ગર સાથે રેસી વેન ડેર ડુસે ક્રીઝ પર છે. દક્ષિણ આફ્રિકાના ઓપનર એડન માર્કરામે બીજી ઇનિંગમાં 31 રન બનાવ્યા હતા જ્યારે એલ્ગર પીટરસને 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી બીજી ઇનિંગમાં શાર્દુલ ઠાકુર અને આર અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

 

આ પણ વાંચોઃ IND vs SA: જસપ્રિત બુમરાહ અને યાન્સેન પિચ પર બાખડ્યા, અંપાયરો બંનેને જુદા પાડવા માટે પડ્યા હતા વચ્ચે, જાણો શુ હતો વિવાદ

આ પણ વાંચોઃ IND vs SA: ઋષભ પંત વિકેટ ગુમાવ્યા બાદ ભારે કરી, સિધો જ દક્ષિણ આફ્રિકાના ડ્રેસિંગ રુમમાં ઘૂસી ગયો, Video

 

Published On - 9:12 pm, Wed, 5 January 22

Next Article