IND vs SA: કેશવ મહારાજ પર વિરાટ કોહલીનો ગુસ્સો ફાટ્યો! કેપ્ટને કહ્યુને બુમરાહે ‘ગીલ્લી’ ઉડાવી દીધી

|

Dec 30, 2021 | 8:05 AM

સેન્ચુરિયન (Centurion Test) માં ભારત જીતની નજીક છે. ભારતને 6 વિકેટની જરૂર છે, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર (Dean Elgar)અડધી સદી સાથે ક્રીઝ પર છે.

IND vs SA: કેશવ મહારાજ પર વિરાટ કોહલીનો ગુસ્સો ફાટ્યો! કેપ્ટને કહ્યુને બુમરાહે ગીલ્લી ઉડાવી દીધી
Keshav Maharaj-Virat Kohli-Jasprit Bumrah

Follow us on

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) માં ટીમ ઈન્ડિયા (Team India) ને જીતની ખૂશ્બુ મળવા લાગી છે. રમતના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ યજમાનોની 4 વિકેટો પાડી દીધી હતી અને તેને જીતવા માટે માત્ર 6 વિકેટની જરૂર છે. બીજી તરફ 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમને હજુ 211 રન બનાવવાના છે અને તેનો કેપ્ટન ડીન એલ્ગર (Dean Elgar) અડધી સદી સાથે ક્રિઝ પર હાજર છે.

સેન્ચુરિયનની મુશ્કેલ પિચ પર દક્ષિણ આફ્રિકા માટે જીત મેળવવી ઘણી મુશ્કેલ લાગી રહી છે. રમતના ચોથા દિવસે કુલ 13 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયાએ 9 અને દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે સ્પષ્ટ છે કે સેન્ચુરિયનની પિચ પર બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. જો કે, રમતના ચોથા દિવસે કંઈક એવું બન્યું જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રમતના ચોથા દિવસની છેલ્લી ઓવરમાં જ્યારે જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા જઈ રહ્યો હતો. ત્યારે દક્ષિણ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજ (Keshav Maharaj) ની એક વાતે વિરાટ કોહલી (Virat Kohli) ને ગુસ્સે કરી દીધો હતો. છેલ્લી ઓવર પહેલા કેશવ મહારાજે અમ્પાયરને નબળા પ્રકાશ અંગે ફરિયાદ કરી હતી. વિરાટ કોહલીએ આ સાંભળ્યું અને તે પછી તેણે જે કર્યું તે ફેન્સે ટીવી પર લાઈવ જોયું

 

મહારાજ પર ગુસ્સે થયો વિરાટ

વિરાટ કોહલી એ કેશવ મહારાજને નબળી લાઇટિંગની ફરિયાદ કરતા સાંભળ્યા કે તરત જ ભારતીય કેપ્ટનનો પારો ચડી ગયો. ત્યારે વિરાટ કોહલીએ બુમરાહને કહ્યું કે આ ઓવરમાં જ મહારાજને આઉટ કરવાનો છે. વિરાટ કોહલીએ કહ્યું, ‘હું તેને આઉટ કરીશ, આઉટ કરવો પડશે આને.’ વિરાટનો આ શબ્દ સ્ટમ્પ માઈક પર સંભળાયો. આ પછી જસપ્રીત બુમરાહે જે કર્યું તે ખરેખર પ્રશંસનીય હતું.

બુમરાહે તેની ઓવરના પાંચમા બોલ પર મહારાજને બોલ્ડ કર્યો હતો. કેશવ મહારાજ જસપ્રીત બુમરાહના ખતરનાક યોર્કરને પણ સમજી શક્યો ન હતો. બુમરાહનો બોલ તેના બેટ અને પગ વચ્ચેથી નીકળી ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ દિવસની છેલ્લી ઓવરમાં ચોથી વિકેટ ગુમાવી અને આ રીતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ નાની લડાઈ જીતી લીધી.

 

સેન્ચુરિયનમાં ઈતિહાસ રચવાની તક

ટીમ ઈન્ડિયા પાસે સેન્ચુરિયનમાં ઈતિહાસ રચવાની તક છે. ભારતીય ટીમ આ મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. ટીમ ઈન્ડિયાને અહીં રમાયેલી બંને ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આ વખતે તેની પાસે પ્રથમ જીતવાની પૂરેપૂરી તક છે.ભારતીય ટીમને જીતવા માટે 6 વિકેટની જરૂર છે અને સેન્ચુરિયનની 22 યાર્ડની પટ્ટી પર બોલ જે રીતે વર્તે છે. તેને જોઈને એવું લાગતું નથી કે યજમાન ટીમના બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શકશે.

 

આ પણ વાંચોઃ IND vs SA: શાર્દૂલ ઠાકુરે નો બોલ પર ગુમાવી દીધી વિકેટ! કાગિસો રબાડાની ઓવરસ્ટેપિંગ તસ્વીર થઇ વાયરલ, થર્ડ અંપાયર થયા ટ્રોલ

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ટીમનો કોણ હોઇ શકે છે કેપ્ટન, કેએલ રાહુલ કે શ્રેયસ ઐય્યર ? જાણો

Published On - 8:04 am, Thu, 30 December 21

Next Article