ભારત અને પાકિસ્તાનની ટીમો હાલમાં શ્રીલંકાના પલ્લેકેલેમાં છે. એશિયા કપ (Asia Cup 2023)માં આજના મહા મુકાબલાની તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને દેશના કપ્તાનો પાકિસ્તાનનો બાબર આઝમ અને ભારતનો રોહિત શર્મા (Rohit Sharma) પણ એકબીજાને મળ્યા હતા. રોહિતને મળતાની સાથે જ બાબરે જે પહેલો સવાલ પૂછ્યો તે તેની પત્ની એટલે કે રિતિકા સજદેહ (Ritika Sajdeh) વિશે હતો.
બાબર આઝમે સીધો જ રોહિત શર્માને સવાલ પૂછ્યો કે ભાભી કેમ છે? તેણી આવી કેમ નથી? આ સાથે બાબરે રોહિતની દીકરી સમાયરા વિશે બીજો સવાલ પૂછ્યો કે તે કેમ છે? પાકિસ્તાનના કેપ્ટનના આ તમામ સવાલોના જવાબ રોહિત શર્માએ આપ્યા હતા.
Pakistan and India players meet up ahead of Saturday’s #PAKvIND match in Kandy ✨#AsiaCup2023 pic.twitter.com/iP94wjsX6G
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023
જ્યારે રોહિતને તેની પત્ની વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે શ્રીલંકા નથી આવી. ત્યારબાદ રોહિતે રીતિકાનું શ્રીલંકા ન આવવાનું કારણ પણ જણાવ્યું. રોહિતે કહ્યું કે હવે જ્યારે દીકરી શાળાએ જવાનું શરૂ કરી દીધું છે, ત્યારે તેને તેની સંભાળ રાખવા માટે કોઈની જરૂર છે. બસ આ કારણે રીતિકા આવી શકી નહીં. તેણે બાબરને એમ પણ કહ્યું કે તેની દીકરી સારી અને સ્વસ્થ છે.
આ પણ વાંચો : Fact Check: શું વિરાટ કોહલી ખરેખર એટલો અમીર છે કે પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને ખરીદી શકે છે? જાણો સત્યતા શું છે
જ્યારે રોહિત બાબરને મળી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનનો ઓપનર ઈમામ-ઉલ-હક પણ ત્યાં હાજર હતો. રોહિતે પણ ઈમામ સાથે હાથ મિલાવ્યા. રોહિતે બંને પાકિસ્તાની ક્રિકેટરો સાથે એક મિનિટ વાત કરી હતી અને પછી મળીએ તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. પાકિસ્તાન ક્રિકેટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રોહિત બાબરની મુલાકાત ઉપરાંત વિરાટ કોહલી-હરિસ રઉફ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ છે. આ સિવાય વીડિયોના અંતમાં વિરાટ શાદાબના બેટને હાથ વડે ટેસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
Published On - 1:18 pm, Sat, 2 September 23