ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan). ક્રિકેટના બે કટ્ટર હરીફ. સામસામે હોવાને કારણે ક્રિકેટ સ્ટેડિયમ જાણે યુદ્ધના મેદાન જેવું લાગે છે. રોમાંચ હદ વટાવતો લાગતો હોય છે. પલકો ઝપકતી નથી અને આંખો હલતી નથી હોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની બંને દેશોના ક્રિકેટ પર ઘણી અસર પડી છે. જે ધમાસાણ 90ના દશકમાં જોવુ એ સામાન્ય હતુ પરંતુ હવે તે માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટમાં જોવા મળે છે.
હાલમાં બે કે ચાર વર્ષ સુધી હાઇવોલ્ટેજ મેચ જોવા માટેની રાહ જોવી પડતી હોય છે અને જે મોકો વિશ્વકપ અને એશિયા કપ સહિતની મોટી ટૂર્નામેન્ટમાં મળતો હોય છે. પરંતુ હવે સરહદ પાર પ્લાન ઘડાઇ રહ્યો છે. જે પ્લાન જો આઇસીસીને પસંદ આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રતિવર્ષ મેચ જોવા મળી શકે છે. આ માટેની પહેલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમિઝ રાજા (Ramiz Raja) પ્રયાસ કરી રહ્યા છે. જે આઇસીસી સમક્ષ આ અંગે પ્રસ્તાવ રજુ કરવા જઇ રહ્યા છે.
PCB પ્રમુખ રમીઝ રાજા એક ચતુષ્કોણીય શ્રેણીનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છે, જે વર્ષમાં એકવાર થશે. આમાં 4 ટીમો ભાગ લેશે જેમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત અને પાકિસ્તાન સામેલ છે. સફેદ બોલના ફોર્મેટમાં ભારત-પાક પ્રતિદ્વંદ્વિતા પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્ય સાથે, PCB વડા રમીઝ રાજા આગામી ICC મીટિંગમાં પરંપરાગત એશિયન હરીફો અને એશિઝના કટ્ટર હરીફો વચ્ચે ચતુષ્કોણીય શ્રેણીનો પ્રસ્તાવ મૂકશે.
ખુદ રમીઝ રાજાએ પણ ટ્વીટ કરીને આઈસીસી સામે આ પ્રસ્તાવ રજૂ કરવાની માહિતી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું કે દર વર્ષે અમે 4 દેશો- ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો વિચાર ICCની સામે મૂકીશું. આ ટુર્નામેન્ટ ચારેય દેશોમાં વારાફરતી યોજાશે.
Hello fans.Will propose to the ICC a Four Nations T20i Super Series involving Pak Ind Aus Eng to be played every year,to be hosted on rotation basis by these four. A separate revenue model with profits to be shared on percentage basis with all ICC members, think we have a winner.
— Ramiz Raja (@iramizraja) January 11, 2022
ભારત અને પાકિસ્તાન 2013 થી માત્ર ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન છેલ્લે T20 વર્લ્ડ કપ 2021માં એકબીજાને મળ્યા હતા. તે મેચમાં ભારતે પાકિસ્તાનને 10 વિકેટના મોટા અંતરથી હરાવ્યું હતું. ભારત આ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું ન હતું અને બીજી વખત ટાઈટલ જીતવાનું તેનું સપનું અધૂરું રહી ગયું હતું.
Published On - 9:49 am, Wed, 12 January 22