IND vs NZ: ભારતે મુંબઇ ટેસ્ટ સાથે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ 1-0 થી જીતી, બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો કિવી સામે 372 રને જ્વલંત વિજય

|

Dec 06, 2021 | 11:06 AM

ભારતીય ટીમે ચોથા દીવસની રમતની શરુઆતના લગભગ પોણો કલાકની રમતમાં જ મેચને જીતી લીધી હતી.

IND vs NZ: ભારતે મુંબઇ ટેસ્ટ સાથે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ 1-0 થી જીતી, બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો કિવી સામે 372 રને જ્વલંત વિજય
Indian Cricket Team

Follow us on

મુંબઈ ટેસ્ટ (Mumbai Test) ભારતીય ટીમે શાનદાર રીતે જીતી લીધી છે. ભારતીય ટીમ (Team India) ચોથા દીવસની શરુઆતમાં જીતથી માત્ર 5 ડગલાં દૂર હતી. ભારતે દિવસની શરુઆત જ જબરદસ્ત કરી હતી અને જીત માટે જરુરી 5 વિકેટ ઝડપી લીધી હતી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડ સામેની ઘર આંગણાની સિરીઝ ભારતે 1-0 થી જીતી લીધી હતી. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 5 વિકેટે 140 રન બનાવ્યા હતા. એટલે કે કિવી ટીમ માટે દિવસની શરુઆતે લક્ષ્ય 400 રન દૂર હતુ.

ભારતે 372 રનની વિશાળ જીત હાંસલ કરી છે. બીજા દાવમાં કિવી ટીમનો દાવ માત્ર 167 રન પર જ સમેટાઇ ગયો હતો.ચોથા દિવસની રમત માત્ર પોણા કલાક જેટલી જ રમાઇ હતી અને હાર જીતનુ પરિણામ સામે આવી ગયુ હતુ.  ભારતીય ટીમે મુંબઇ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ દાવમાં ઉતાર ચઢાવ સાથે રમત રમી હતી અને સ્કોર 325 રન ખડક્યો હતો. મયંક અગ્રવાલે પહેલા દાવમાં 150 રનની ઇનીંગ રમી હતી. જ્યારે અક્ષર પટેલે અર્ધશતક જમાવ્યુ હતુ. જેની સામે કિવી બોલર એજાઝ પટેલે 10 વિકેટ ભારતની એક જ દાવમાં ઝડપીને ઇતિહાસ રચ્યો હતો.

જોકે બીજા દાવમાં અશ્વિન અને સિરાજની બોલીંગ સામે ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 62 રનમાં જ સમેટાઇ ગઇ હતી. ઓપનર લાથમ અને જેમિસન બેજ બેટ્સમેનો જ બેકી આંકડા પર પહોંચી શક્યા હતા. ત્યાર બાદ ભારતે કિવી ટીમને ફોલઓન આપવાને બદલે બીજા દાવની બેટીંગ શરુ કરી હતી. જેમાં અગ્રવાલે અર્ધશતક સાથે ભારતનો ન્યુઝીલેન્ડ સામે પડકાર 500 રન પ્લસ લઇ જવા શાનદાર રમત દર્શાવી હતી. ભારતે બીજા દાવમાં 7 વિકેટે 276 રન કરતા લીડ સાથે કિવી ટીમને 540 રનનો પડકાર મળ્યો હતો. ભારતે બીજો દાવ ડીકલેર કર્યો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

કિવી ટીમ જવાબી રમતમાં પણ હાંફી ગઇ

મુંબઇ માં ભારતીય ટીમ શરુઆત જ હાવી રહી હતી. એક સમયે એજાઝ પટેલની બોલીંગ કિવી ટીમને મેચમાં પાછી લાવવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ એ મોકો ઝડપવામાં તે નિષ્ફળ રહ્યા હતા. બીજા દાવમાં પણ ડેરિલ મિશેલે 60 રનની ઇનીંગ રમી હતી. જ્યારે હેન્રી નિકોલ્સે 44 રનની ઇનીંગ રમી હતી. પરંતુ કિવી ટીમ માટે 540 રનના આંકડાને પહોંચવુ એ વાનખેડેની પિચ પર મુશ્કેલ નહી અશક્ય હતુ. જ્યારે ડ્રો ખેંચવા માટે પણ 2 દિવસ પિચ પર રહેવુ પણ અશક્ય હતુ. આમ જોતો હાર નિશ્વિત બની ગઇ હતી.

 

જયંતનો સપાટો

ચોથા દિવસની રમતની શરુઆતે જ જયંત યાદવે એક બાદ એક 4 વિકેટોને ઝડપ થી શિકાર બનાવી લીધી હતી. તેના આ પ્રદર્શને ભારતની જીત નજીક લાવી દીધી હતી. સવારની 45 મીનીટની રમતમાં જ જયંતે ભારતની જીત નિશ્વિત બનાવી દીધી હતી. યાદવે 4 વિકેટ ઇનીંગમાં ઝડપી હતી. જ્યારે અશ્વિને પણ 4 વિકેટ ઝડપીને તેણે ઘર આંગણે 300 વિકેટ ઝડપનારો બીજો બોલર બનવાની ઉપલબ્ધી મેળવી હતી. અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.

 

આ પણ વાંચોઃ Ravindra Jadeja Birthday: સિક્યુરિટી ગાર્ડ પિતા ‘જડ્ડુ’ ને આર્મી ઓફિસરના યૂનિફોર્મમાં જોવા ઇચ્છતા હતા ને નસીબ થઇ ટીમ ઇન્ડિયાની જર્સી ! આજે દુનિયામાં ડંકો વગાડે છે

 

આ પણ વાંચોઃ Cricket: હાથ નહી પગ ઉંચા કરીને આપે છે વાઇડ ! ગોવિંદા સ્ટાઇલમાં ચોગ્ગો, જુઓ એવુ અંપાયરીંગ કે દિલ ખુશ થઇ જાય, માઇકલ વોન પણ ફીદા, Video

 

Published On - 10:24 am, Mon, 6 December 21

Next Article