T20 વર્લ્ડ કપ પહેલા ખતરાની ઘંટડી વાગી, આ ચાર કારણોસર ભારત ચોથી T20I હારી ગયું

IND vs NZ 4th T20 : ટીમ ઈન્ડિયા માટે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની ચોથી મેચ કાંઈ ખાસ રહી નથી. ભારતને આ મેચમાં 50 રનથી હારનો સામનો કરવો પડ્યોછે. આ દરમિયાન ભારતીય ટીમની અનેક નબળાઈ પણ સામે આવી છે.

T20 વર્લ્ડ કપ પહેલા ખતરાની ઘંટડી વાગી, આ ચાર કારણોસર ભારત ચોથી T20I હારી ગયું
| Updated on: Jan 29, 2026 | 10:14 AM

IND vs NZ 4th T20 : વિશાખાપટ્ટનમના ACA-VDCAક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને 50 રનથી હરાવ્યું છે. આ સીરિઝમાં પોતાની પહેલી જીત મેળવી છે. આ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પરંતુ ન્યુઝીલેન્ડે 215/7નો મજબુત સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ165 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ હાર ટી20 વર્લ્ડકપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા માટે ખતરાનો ઘંટી સાબિત થઈ છે. કારણ કે, ચાર કારણથી ટીમ લથડાય હતી.

ભારતની ઈનિગ્સની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર અભિષેક શર્મા પહેલા જ બોલ પર ગોલ્ડન ડક આઉટ થયો હતો.કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો અને માત્ર 8 રન બનાવી શક્યો હતો. ટોપ ઓર્ડર ઘરાશાયી થાય બાદ ટીમ દબાવમાં આવી હતી. તેમજ પાવરપ્લેમાં 2 મોટી વિકેટ ભારતીય ટીમે ગુમાવી હતી. જેનાથી લક્ષ્ય પૂર્ણ કરવો મુશ્કેલ થયો હતો.

 

 

હાર્દિક પંડ્યાનું બેટ શાંત

મિડિલ ઓર્ડરના મહત્વના બેટ્સમેન હાર્દિક પંડ્યા પણ ફ્લોપ રહ્યો હતો. તેમણે 5 બોલમાં માત્ર 2 જ રન બનાવ્યા હતા. તેમજ મિચલ સેટનરના બોલ પર કેચ આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા આઉટ થતાં ટીમને ઝટકો લાગ્યો હતો. કારણ કે, ફિનિશરના રુપમાં તેની ભૂમિકા મહ્તવની હોય છે પરંતુ શિવ દુબે પણ 23 બોલમાં 65 રનની તોફાની ઈનિગ્સ રમી પરંતુ અન્ય બેટ્સમેનનો સાથ મળ્યો નહી. ભારતીય ટીમ 200ના સ્કોરની નજીક પણ પહોંચી શકી નહી.

બોલરો મોંઘા સાબિત થયા

ન્યુઝીલેન્ડના બેટ્સમેન સામે ભારતના બોલરો સંધર્ષ કરતા જોવા મળ્યા હતા. હર્ષિત રાણાએ 4 ઓવરમાં સૌથી વધારે 54 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 38 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ પણ મોંઘો સાબિત થયો તેમણે માત્ર 1 વિકેટ લીધી હતી.ન્યુઝીલેન્ડે પાવરપ્લેમાં 71 રન બનાવયા હતા. જે ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો