BCCIએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડ ભારતના પ્રવાસે આવી રહ્યું છે, જ્યાં તે પહેલા ત્રણ મેચની T20 સીરીઝ અને પછી બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભાગ નહીં લે. તેના સ્થાને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને કેપ્ટનશીપ આપવામાં આવી છે. જોકે, રહાણેની ટેસ્ટ ટીમમાં હાજરી પૂર્વ ભારતીય બેટ્સમેનને પસંદ નથી.
આકાશે સોશિયલ મીડિયા વિડીયો શેર કરીને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમ વિશે વાત કરી હતી. અનુભવી બેટ્સમેન આકાશ ચોપરાએ અજિંક્ય રહાણેની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા. તે કહે છે કે જ્યારે રહાણે ની પસંદગી નિશ્ચિત ન હતી, તો પછી તેને કેપ્ટનશીપ કેવી રીતે આપી શકાય. આકાશે રહાણેની બેટિંગ અને ફોર્મ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
અજિંક્ય રહાણેએ છેલ્લી 15 ટેસ્ટમાં 24.76ની નીચી એવરેજથી 644 રન બનાવ્યા છે. હાલમાં તેની કારકિર્દીની સરેરાશ 40 થી ઓછી છે. ચોપરાએ રહાણેની પસંદગી અંગે કહ્યું, ‘તમે અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે પસંદ કર્યો, પરંતુ સત્ય એ છે કે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તેના સ્થાનને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. મને ખરેખર અજિંક્ય રહાણે ગમે છે. જોકે સત્ય એ છે કે તેની સરેરાશ ઘટી રહી છે. આ દરમિયાન એક-બે ઇનિંગ્સ સારી રહી, પરંતુ છેલ્લા બે વર્ષમાં તેની એવરેજમાં 20 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. રહાણેની એવરેજ ક્યારેય આટલી ઓછી થઈ નથી.
આકાશ ચોપરાએ વધુમાં કહ્યું કે જો રહાણેએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અડધી સદી ફટકારી ન હોત તો તે ટીમની બહાર થઈ શક્યો હોત. આવી સ્થિતિમાં હવે રહાણે માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ઘણી મહત્વની બની રહી છે. તેણે કહ્યું, ‘રહાણે માટે આ એક મહત્વપૂર્ણ શ્રેણી છે. તે ત્યાં કેપ્ટન તરીકે છે, પરંતુ દબાણમાં હોવાને કારણે તેણે રન બનાવવા પડશે. છેલ્લું એક વર્ષ તેના સ્તરનું નથી.
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટેની ભારતીય ટીમઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
Published On - 8:03 pm, Sat, 13 November 21