ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે કાનપુરમાં ટેસ્ટ (Kanpur Test) સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. આ પહેલા જ ટીમ ઇન્ડિયા (Team India) ના ખેલાડીઓને અપાનારા ભોજન અને નાસ્તાના મેનુ ને લઇને વિવાદ સર્જાઇ ગયો છે. ટીમ ઇન્ડિયાને પિરસાનારી વાનગીઓમાં હલાલ મીટ (Halal meat) નો ઉલ્લેખ હોવાને લઇને હોબાળો મચી ચૂક્યો છે. જેને લઇને હવે ક્રિકેટ ચાહકોએ તો BCCI સામે સવાલો ઉઠાવ્યા હતા, હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રવક્તા દ્વારા પણ આ પ્રકારના નિર્ણયને પરત લેવા માટે માંગ કરી છે.
કાનપુર ટેસ્ટ દરમ્યાન ખેલાડીઓને હલાલ માંસની વાનગીઓ પિરસવાને લઇને હંગામો શાંત પડી રહ્યો નથી. BCCI દ્વારા પણ આ અંગે કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી શરુઆતમાં આવી નહોતી કે આ ફુડ મેનુ કોના દ્વારા જારી કરવામાં આવ્યુ હતુ. મંગળવારે જ્યારે હલાલ માંસને લઇને મીડિયા અહેવાલ સામે આવવા લાગતા જ ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અને એડવોકેટ ગૌરવ ગોયલે વિડીયો દ્વારા આ ફુડ મેનુમાં સમાવિષ્ટ હલાલ મીટને હટાવી દેવા માટે કહ્યુ છે. ગોયલે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરતા કહ્યુ છે કે, ખેલાડી કંઇ પણ ખાવા ઇચ્છે તે ખાય. તે તેની મરજી છે પરંતુ બીસીસીઆઇ ને આ અધિકાર કોણે આપ્યો કે તે હલાલ માંસ ની ભલામણ કરે. નિર્ણય યોગ્ય થી અને તેને તુરત પરત લેવો જોઇએ.
BCCI should immediately withdraw it’s illegal decision.#BCCI_Promotes_Halal pic.twitter.com/JlhW3IeVYq
— Gaurav Goel (@goelgauravbjp) November 23, 2021
સામાન્ય રીતે એક મોટો સમુદાય કે જે નોન-વેજીટેરિયન છે તે, ઝટકાંનુ મીટ ઉપયોગ કરે છે. જ્યારે મુસ્લિમ ધર્મના લોકો હલાલ મીટ ખાવા માટે ઉપયોગ કરવાનુ પંસદ કરતા હોય છે. આ બંને પ્રકારના મીટને તૈયાર કરવા માટે જાનવરને અલગ અલગ રીતે કટીંગ કરવામાં આવતુ હોય છે. જેમકે હલાલ મીટ માટે જેતે જાનવરનેી ગળાની નસ કાપીને ત્યાં સુધી છોડી દેવામાં આવે છે. જ્યાં સુધી તેનુ સંપૂર્ણ લોહી શરીરમાંથી વહી ના જાય.
જ્યારે ઝટકાંના મીટ માટે જાનવરના ગળા પર ધારદાર હથીયાર વડે વાર કરીને તુરત જ ગળાને શરીર થી અલગ કરી દેવામાં આવે છે અને આમ તેને મારીને મીટ કટીંગ કરવામાં આવતુ હોય છે. આ બંને પ્રકારના મીટ ની પસંદ ધાર્મિક રીતે પણ અલગ અલગ હોઇ હલાલ મીટને લઇ ધાર્મિક રીતે પણ જોવામાં આવે છે.
Published On - 9:48 am, Wed, 24 November 21