Ind vs NZ: વરસાદને લઇને ભીના આઉટ ફીલ્ડે ટોસ ની રાહ વધારી, મેચ શરુ થવામાં લાગી વાર

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) ની ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

Ind vs NZ: વરસાદને લઇને ભીના આઉટ ફીલ્ડે ટોસ ની રાહ વધારી, મેચ શરુ થવામાં લાગી વાર
Wankhede Stadium, Mumbai
| Edited By: | Updated on: Dec 03, 2021 | 10:34 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચાહકોને એક્શન જોવા માટે રાહ જોવી પડશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચનો ટોસ વિલંબિત થયો છે. આ ભીનું મેદાનને કારણે છે. મુંબઈમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મેદાનની આઉટ ફીલ્ડ ભીની છે. અમ્પાયર અને રેફરી ભીના મેદાનમાં મેચ યોજીને ખેલાડીઓની સુરક્ષાને જોખમમાં મૂકવા માંગતા નથી.

આ શ્રેણીની પ્રથમ મેચ કાનપુરમાં રમાઈ હતી જે ડ્રો રહી હતી. ભારત આ મેચમાં જીતની ખૂબ નજીક પહોંચી ગયું હતું, પરંતુ તેમ છતાં ખાલી હાથ જ રહેવું પડ્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમો માટે મુંબઈ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે આ ટેસ્ટ જીતશે, સિરીઝ પણ તેના નામે થશે. T20 શ્રેણી ગુમાવ્યા બાદ કિવી ટીમ કોઈપણ સંજોગોમાં ટેસ્ટ શ્રેણી જીતવા ઈચ્છશે.

 

ટોસમાં વિલંબ

મેચનો ટોસ સવારે નવ વાગ્યે થવાનો હતો, જો કે એવું બન્યું ન હતું. ત્યારે BCCI એ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે પીચનું નિરીક્ષણ 9.30 વાગ્યે કરવામાં આવશે અને ત્યારબાદ ટોસ અંગે નિર્ણય લેવામાં આવશે. ફિલ્ડ અમ્પાયર નીતિન મેનને તેમના સાથી અમ્પાયર સાથે પીચનું નિરીક્ષણ કર્યું પરંતુ 9:30 વાગ્યે પણ ટોસ થઈ શક્યો નહીં. આ પછી, હવે બીજું નિરીક્ષણ 10:30 વાગ્યે થશે, જેની માહિતી BCCI દ્વારા પણ આપવામાં આવી હતી.

 

 

 

આ પણ વાંચોઃ IPL 2022: કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર આ રીતે બની જશે માલા-માલ,કરોડો રુપિયાનો થશે વરસાદ, નહીં જવુ પડે IPL Auction !

આ પણ વાંચોઃ IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સે રિટેન ના કર્યો તો ભાવુક થયો હાર્દિક પંડ્યા, ઇમોશનલ વિડીયો શેર કરીને ‘MI પલટન’ ને કર્યુ બાય-બાય 

Published On - 10:27 am, Fri, 3 December 21