મુંબઈ (Mumbai Test) ના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ (Team India) ને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયા છે. આ ત્રણ ખેલાડીઓ છે ઝડપી બોલર ઈશાંત શર્મા (Ishant Sharma), વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja).
NEWS – Injury updates – New Zealand’s Tour of India
Ishant Sharma, Ajinkya Rahane and Ravindra Jadeja ruled out of the 2nd Test.
More details here – https://t.co/ui9RXK1Vux #INDvNZ pic.twitter.com/qdWDPp0MIz
— BCCI (@BCCI) December 3, 2021
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેનું કારણ તેની કોણીની ઈજા છે. ટીમના ચીફ કોટર ગ્રેહામ રીડે પુષ્ટિ કરી છે કે વિલિયમસન મુંબઈ ટેસ્ટમાં નહીં રમે.તેના સ્થાને ટોમ લાથમ ટીમની કમાન સંભાળશે.
વિલિયમસનની કોણીની ઈજા તેને લાંબા સમયથી પરેશાન કરી રહી છે અને તેણે મુંબઈ ટેસ્ટ પહેલા કિવી કેપ્ટનને ફરી એકવાર મુશ્કેલીમાં મુકી દીધો છે. કોચ ગેરી સ્ટેડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરતા આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું, કમનસીબે કેન આ મેચમાં નથી રમી રહ્યો. પાછલી મેચ દરમિયાન તેની ડાબી કોણીની ઈજા ફરીથી ઠીક થઈ ગઈ હતી. તેથી અમારે આ નિર્ણય લેવો પડ્યો. આપણે તેમને થોડો આરામ આપવો પડશે અને પછી તેમને મજબૂત કરવા પડશે. કેન આ મેચમાં નથી રમી રહ્યો તે દુઃખદ છે. તેને રમત પસંદ છે, પરંતુ રમતનો આ એક ભાગ છે.
Team News | BLACKCAPS captain Kane Williamson will miss the second and final Test against India in Mumbai as he continues to battle the left-elbow injury which has troubled him for much of 2021. More | https://t.co/VClIKxKI8Q #INDvNZ pic.twitter.com/wGeA46LN4g
— BLACKCAPS (@BLACKCAPS) December 3, 2021
Published On - 10:13 am, Fri, 3 December 21