
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે 50 ઓવરના ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમને 37 વર્ષ બાદ સીરિઝમાં હરાવ્યું છે. હવે તેની પાસે તક છે ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 સીરિઝ જીતવાની. આ ટી20 સીરિઝ વર્ષની પહેલી ટી20 સીરિઝ હશે. આ સાથે ટી20 વર્લ્ડકપ 2026 પહેલા ભારત અને ન્યુઝીલેન્ડ બંન્ને ટીમની છેલ્લી તૈયારી હશે. ટી20 સીરિઝમાં કેપ્ટન બદલાશે. ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે. તો મહેમાન ટીમ ન્યુઝીલેન્ડની ટી20 ટીમના કેપ્ટન ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યારસુધી 25 મેચ રમાઈ છે. જેમાં 14 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત થઈ છે. જ્યારે 10 મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે જીત મેળવી છે. એક મેચ ટાઈ રહી છે.ટી20 સીરિઝ ભારતીય જમીન પર રમાશે.બંન્ને ટીમ વચ્ચે 11 ટી20 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં યજમાન ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. જ્યારે 4 મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ જીતી છે. હવે ચાલો જાણીએ પહેલી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સીરિઝની પહેલી મેચ 21 જાન્યુઆરીના રોજ રમાશે. ટી20 વર્લ્ડકપ પહેલા આ સીરિઝમાં દરેક મેચ બંન્ને ટીમ માટે મહત્વની છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટી20 મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે.ભારતીય ક્રિકેટ ટીમની આગામી મેચ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 21 જાન્યુઆરીના સાંજે 7 વાગ્યે શરુ થશે.
ટી20 માટે ભારતીય ટીમ જોઈએ તો. સૂર્યકુમાર યાદવ,અભિષેક શર્મા, સંજુ સેમસન,શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ,જસપ્રિત બુમરાહ,હર્ષિત રાણા, કુલદીપ યાદવ,વરુણ ચક્રવર્તી,ઈશાન કિશન,રવિ બિશ્નોઈ અને રિંકુ સિંહ
જ્યાં સુધી પ્રદર્શનની વાત કરીએ તો સૌથી વધારે નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે. ગત્ત કેટલાક સમયથી સૂર્યકુમાર યાદવના બેટમાંથી કોઈ મોટી ઈનિગ્સ આવી નથી. ગત્ત વર્ષે ઈન્ટરનેશલ કરિયર સૌથી ખરાબ રહ્યું છે. જેમાં માત્ર એક જ અડધી સદી આવી હતી. ત્યારે ટી20 વર્લ્ડકપ પહેલા કેપ્ટનનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ખુબ મહત્વનું છે.