IND vs IRE: ભારત સામે આયર્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 109 રનનુ લક્ષ્ય રાખ્યુ, હેરી ટેક્ટરે અડધી સદી સાથે ઝડપી ઈનીંગ રમી

આયર્લેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ઝડપથી પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવરમાંજ આયર્લેન્ડે પ્રથમ કેપ્ટન એન્ડ્રુ બલબરની ( Andrew Balbirnie) ની વિકેટ ગુમાવી દીધી હતી.

IND vs IRE:  ભારત સામે આયર્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 109 રનનુ લક્ષ્ય રાખ્યુ, હેરી ટેક્ટરે અડધી સદી સાથે ઝડપી ઈનીંગ રમી
Harry Tector આક્રમક રમત રમી હતી
| Edited By: | Updated on: Jun 27, 2022 | 1:06 AM

ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ડબલીનમાં રમાઈ રહી છે. ભારતીય ટીમને કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ, જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. વરસાદના ખલેલના કારણે મેચ મોડી શરુ થઈ હતી, જેને લઈ બંને ટીમોની 8-8 ઓવર કાપી લેવામાં આવી હતી. આમ 12-12 ઓવરની મેચ રમવાનુ નક્કિ કરવામાં આવ્યુ હતુ. આયર્લેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ઝડપથી પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવરમાંજ આયર્લેન્ડે પ્રથમ કેપ્ટન એન્ડ્રુ બલબર ( Andrew Balbirnie) ની વિકેટ ગુમાવી દીધી હતી. હેરી ટેકટરની અડધી સદીની મદદ વડે 12 ઓવરના અંતે આયર્લેન્ડે 4 વિકેટ ગુમાવીને ભારત સામે 108 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

વરસાદ મેચની મજા બગાડે એમ લાગી રહ્યુ હતુ. પરંતુ અંતે મેચ દોઢેક કલાક જેટલી મોડી શરુ થઈ હતી. મેચની શરુઆત પહેલા જ વરસાદ વરસવાને લઈને મેદાન અને પિચ પર પાણીનો કેટલીક જગ્યાએ ભેજ હોય એમ જણાઈ રહ્યુ હતુ. જેને લઈ મેચ શરુ થશે કે કેમ એમ પણ ચાહકોમાં શંકા વર્તાઈ રહી હતી. પરંતુ અંતમાં મેચ શરુ થવાની ઘોષણા કરાતા રાહત થઈ હતી. જોકે મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી. જેને લઈ પાવર પ્લે 6 ઓવરના બદલે 4 ઓવરનો કરી દેવામાં આવ્યો હતો.

ભારતીય બોલર ભૂવનેશ્વર કુમારે પ્રથમ ઓવર લઈને આવવા દરમિયાન જ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હરીફ ટીમના કેપ્ટન એન્ડ્રુ બલબરની વિકેટ ઝડપી હતી. ઓવરના પાંચમા બોલ પર તે ક્લિન બોલ્ડ થયો હતો. આમ તે 2 બોલમાં શૂન્ય રન પર જ તે પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ બીજી ઓવર લને હાર્દિક પંડ્યા આવ્યો હતો અને જેમાં વધુ એક ઓપનર પોલ સ્ટર્લિંગને પેવેલિયન પરત મોકલ્યો હતો. આમ ભૂવી અને પંડ્યાએ શરુઆતમાં જ આયર્લેન્ડને મુશ્કેલી સર્જી દીધી હતી.

ટેક્ટરની એકલા હાથની લડાઈ

જોકે હેરી ટેક્ટરે ક્રિઝ પર પગ જમાવી દેતા અડધી સદી નોંધાવી હતી. તેણે 33 બોલનો સામનો કરીને અણનમ 64 રન નોંધાવ્યા હતા. તેની આ આક્રમક રમતને પગલે આયર્લેન્ડની ટીમ મુશ્કેલ સ્થિતીમાંથી બહાર નિકળીને 100 રનને પાર સ્કોર લઈ જવામાં સફળતા મળી હતી. આયરીશ ટીમનો વિકેટકીપર બેટ્સમેન લોર્કન ટકરે તેને સારો સાથ પૂરાવ્યો હતો. તેણે 16 બોલનો સામનો કરીને એક છેડો સાચવી રાખવાનુ કામ કર્યુ હતુ. જ્યારે બીજા છેડે ટેક્ટરે રન બનાવવાનુ ચાલુ રાખ્યુ હતુ. ટેકટરે 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ટકરે 18 રન નોંધાવ્યા હતા. જ્યારે ગેરેથ ડેલેની માત્ર 8 રન જ નોંધાવી શક્યો હતો.

વરસાદના વિક્ષેપને લઈ મેચ 12-12 કરી દેવામાં આવી

વરસાદ મેચની મજા બગાડે એમ લાગી રહ્યુ હતુ. પરંતુ અંતે મેચ દોઢેક કલાક જેટલી મોડી શરુ થઈ હતી. મેચની શરુઆત પહેલા જ વરસાદ વરસવાને લઈને મેદાન અને પિચ પર પાણીનો કેટલીક જગ્યાએ ભેજ હોય એમ જણાઈ રહ્યુ હતુ. જેને લઈ મેચ શરુ થશે કે કેમ એમ પણ ચાહકોમાં શંકા વર્તાઈ રહી હતી. પરંતુ અંતમાં મેચ શરુ થવાની ઘોષણા કરાતા રાહત થઈ હતી. જોકે મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી. જેને લઈ પાવર પ્લે 6 ઓવરના બદલે 4 ઓવરનો કરી દેવામાં આવ્યો હતો.

Published On - 12:40 am, Mon, 27 June 22