IND vs IRE: 3 કલાકની રાહ વ્યર્થ ગઈ, છેલ્લી T20માં એક્શન દેખાડયા વગર ભારતે જીતી ટી20 સિરીઝ

|

Aug 23, 2023 | 11:08 PM

India vs Ireland: સિરીઝની પહેલી મેચમાં પણ વરસાદની દખલગીરી હતી, પરંતુ પછી પણ કેટલીક મેચ થઈ અને ટીમ ઈન્ડિયાએ તે મેચ જીતી લીધી. બીજી મેચમાં, હવામાને સંપૂર્ણ સહકાર આપ્યો અને જોરદાર સ્પર્ધા જોવા મળી, જ્યાં ભારતે 32 રને મેચ જીતી લીધી. પણ અંતિમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે.

IND vs IRE: 3 કલાકની રાહ વ્યર્થ ગઈ, છેલ્લી T20માં એક્શન દેખાડયા વગર ભારતે જીતી ટી20 સિરીઝ
India vs Ireland

Follow us on

IND vs IRE : ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. માલાહાઇડમાં મેચ પહેલા શરૂ થયેલો વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો, જેના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી અને ત્રણ કલાકની રાહ જોયા બાદ તેને રદ જાહેર કરવામાં આવી હતી. આ રીતે જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-0થી જીતી લીધી હતી. આયર્લેન્ડ સામે ભારતની આ સતત ત્રીજી T20 સિરીઝ જીત છે.

માલાહાઇડમાં ત્રીજી મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી હતી. મેચની શરૂઆતના થોડા સમય પહેલા જ ટીમ ઈન્ડિયાએ ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ ગ્રાઉન્ડમાં જ ટીવી લગાવીને જોયું હતું અને તેની ઉજવણી કરી હતી. ત્યારબાદ થોડી જ વારમાં વરસાદ શરૂ થયો અને ટોસ પણ થઈ શક્યો નહીં.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ધીરે ધીરે વરસાદની ગતિ વધી અને મેચની આશા ધૂંધળી થઈ ગઈ. લાંબા સમય બાદ વરસાદ બંધ થયો પરંતુ મેદાન ભીનું હોવાને કારણે મેચ શરૂ થઈ શકી ન હતી અને લગભગ સાડા ત્રણ કલાકની રાહ જોયા બાદ તેને રદ જાહેર કરવામાં આવી હતી.

 


 

જુઓ ભારતીય ખેલાડીઓની ઊજવણીનો વીડિયો

23 ઓગસ્ટ 2023 બુધવારનો દિવસ ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે કાયમ માટે નોંધાયેલ છે. ભારતની અવકાશ એજન્સી ઈસરોની મહેનત, આયોજન અને પ્રયાસોના આધારે ભારતે ચંદ્ર પર પગ મૂક્યો છે. ચંદ્ર પર મોકલવામાં આવેલ ભારતનું મિશન – ચંદ્રયાન-3 સફળ થયું. ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યું અને આ રીતે ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો.

ઈસરોની આ ઐતિહાસિક સફળતાનો આખો દેશ સાક્ષી બન્યો અને દરેકે દેશવાસીઓ અને ઈસરોના વૈજ્ઞાનિકોને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા. રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર ભારતીય ખેલાડીઓએ પણ ઈસરોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 11:05 pm, Wed, 23 August 23

Next Article