IND vs ENG: સિરાજ ના શટ-અપ પર સવાલ ઉઠાવનારા DK ને આપ્યો આવો જવાબ, સાથે જ ‘ચૂપ્પી’ નુ બતાવ્યુ રાઝ

|

Aug 15, 2021 | 1:27 PM

સિરાજ વિકેટ ઝડપતા તેના ચહેરા અને આંખો ના હાવભાવને જબરસ્ત આક્રમક કરી દેવા સાથે જ હોઠો પર આંગળી રાખીને શટ-અપ (Shut-up Celebration) સેલીબ્રેશન કરે છે. જે કેટલાક ખૂબ પસંદ છે તો, કોઇકને ખૂબ ખૂંચી રહી છે.

IND vs ENG: સિરાજ ના શટ-અપ પર સવાલ ઉઠાવનારા DK ને આપ્યો આવો જવાબ, સાથે જ ચૂપ્પી નુ બતાવ્યુ રાઝ
Mohammad Siraj

Follow us on

લોર્ડઝમાં મહંમદ સિરાજ (Mohammad Siraj) 5 વિકેટ મેળવવાથી સહેજ માટે દુર રહ્યો હતો. તેણે તેની બોલીંગની ધારને દર્શાવી હતી. તે વિકેટ મેળવીને શટ-અપ વાળો ઇશારો કરે છે, તે ઇશારો આજકાલ ઇંગ્લેન્ડથી લઇને ઇન્ડીયા સુધી ચર્ચા મચાવી રહ્યો છે. તે વિકેટ લેતા જ ચૂપ રહેવાનો ઇશારો એટલે કે હોઠ પર આંગળી રાખવાનો કરી દે છે. માની લો કે તે ચૂપ રહેવાની ચેતવણી ના આપતો હોય એમ.

સિરાજ નો આ ઇશારો વિરોધીઓને ડરાવી દે તે પ્રકારનો હોય છે. તે આંખોમાં આંખ નાંખીને હરીફને જવાબ આપી જાણે છે, તેનો આ મિજાજ જબરદસ્ત છે. જો કે એ પણ છે કે, તમારી દરેક સ્ટાઇલ સૌ ને પસંદ હોય એ જરુરી નથી. આવુ જ કંઇક મહંમદ સિરાજના મામલામાં પણ છે. કારણ કે ઇંગ્લેન્ડમાં સિરાજનુ શટ-અપ સેલિબ્રેશન (Shut-up Celebration) કોમેન્ટ્રી કરી રહેલા દિનેશ કાર્તીક (Dinesh Karthik) ને માફક નથી આવ્યુ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિનેશ કાર્તિકે એક મીડિયા કોલમમાં તેની નારાજગી પણ દર્શાવી દીધી છે. કાર્તિકે લખ્યુ છે કે, મને લાગે છે કે સિરાજનુ બેટ્સમેનને આઉટ કરવા બાદ ચૂપ રહેવાનો ઇશારો કરવો એ અનાવશ્યક છે. તમે પહેલા જ તેને આઉટ કરી ચુક્યા છે, તો પછી તેની જરૂરીયાત શુ કામ છે?

તો જવાબમાં સિરાજે પણ પોતાના શટ-અપ સેલિબ્રેશનનુ રાઝ ખોલ્યુ

દિનેશ કાર્તિકે ઉઠાવેલા આ સવાલ બાદ, મોહમ્મદ સિરાજે હવે પોતાનું મૌન તોડી દીધુ છે. તેણે તેના શટ-અપ સેલિબ્રેશનનું રાઝ જાહેર કર્યું છે. તેણે કહ્યું કે, આ સેલિબ્રેશન તે નફરત કરનારાઓ અને વિવેચકો માટે છે. જેઓ માને છે અને સમજે છે કે, હું આ કરી શકતો નથી, હું તે કરી શકતો નથી. સિરાજના જણાવ્યા અનુસાર, તેના સેલિબ્રેશનનો બેટ્સમેન અથવા વિરોધી ખેલાડી સાથે કોઈ જ સંબંધ નથી.

ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેની 5 વિકેટ ચૂકી હતી. તેણે 30 ઓવરમાં 94 રન આપીને 4 વિકેટ લીધી હતી. સિરાજે સિબલી, બેયરસ્ટો, હસીબ હમીદ અને રોબિન્સનને પ્રથમ દાવમાં પોતાનો શિકાર બનાવ્યા હતા.

 

આ પણ વાંચોઃ IPL 2021 : UAE સરકારનો મહત્વનો નિર્ણય, IPL માં દર્શકોને સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી

આ પણ વાંચોઃ Ms Dhoni : ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ખેલાડીના નિવૃત્તિનું એક વર્ષ પૂર્ણ, 15 ઓગસ્ટે ક્રિકેટ છોડ્યું

Next Article