લોર્ડ્સ ટેસ્ટ (Lords Test) માં ભારતની ઐતિહાસિક જીતમાં કેએલ રાહુલ (KL Rahul) ની મોટી ભૂમિકા રહી હતી. તેણે સદી ફટકારી અને મેન ઓફ ધ મેચ બન્યો. લીડ્સમાં આગામી ટેસ્ટ 25 ઓગસ્ટથી રમાવાની છે. લીડઝ ટેસ્ટ (Leeds Test)માં દરેકની નજર કેએલ રાહુલ પર રહેશે. લોર્ડ્સમાં કેએલ રાહુલે જે રીતે બેટિંગ કરી તે પછી કહી શકાય કે તે જ લીગનો બેટ્સમેન છે. જેમાં વિરાટ કોહલી (Virat Kohli) કે રોહિત શર્મા (Rohit Sharma) ને રાખવામાં આવ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે (VVS Lakshman) પણ કેએલ રાહુલ વિશે આવી વાત કહી છે.
પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે ટેસ્ટ બાદ 1-0 થી લીડ ભારતે મેળવી હવી છે. હવે ત્રીજી ટેસ્ટ બાદ ભારત જો 2-0ની લીડ મેળવી લેવામાં સફળ રહે છે તો, ત્યારબાદ ભારતીય ટીમ સિરીઝમાં અજેય રહેશે. ટીમ ઈન્ડિયા (Team India) આ ઈરાદા સાથે લીડ્ઝના મેદાનમાં ઉતરશે. કોહલી પણ આ ઇરાદો પાર પાડવા શક્ય તમામ કોશિષ લગાવી દેશે.
તે સમયે પણ એવી ચર્ચા થઈ હતી કે, કેએલ રાહુલની ક્ષમતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. પરંતુ તેણે વિચાર્યું પણ નહતું કે તેને આટલું મોટું ‘કોમ્પલીમેન્ટ’ મળશે. હવે લોર્ડ્સ ટેસ્ટ બાદ ફરી એકવાર આ જ ચર્ચા ચાલી રહી છે. આ સવાલનો જવાબ જાણવા માટે કેએલ રાહુલની ક્ષમતાને નજીકથી સમજવી પડશે. શું કેએલ રાહુલમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના તમામ ગુણો છે? શું આ બે બેટ્સમેનો જ્યાં પહોંચ્યા છે તે મુકામ પર પહોંચવાની ક્ષમતા કેએલ રાહુલમાં છે?
ચાલો એ તથ્યથી શરૂઆત કરીએ કે કેએલ રાહુલ સ્પિન અને ઝડપી બોલર બંનેને ખૂબ સારી રીતે રમે છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ કેએલ રાહુલ મેદાનના દરેક ખૂણાંમાં શોટ રમી શકે છે. લોર્ડ્સ ટેસ્ટમાં તેણે ક્રિકેટના પરંપરાગત શોટ ફટકાર્યા હતા. તેણે મેચની પરિસ્થિતિઓ અને પીચના મૂડ અનુસાર બેટિંગ કરી હતી.
બીજી નોંધનીય બાબત એ છે કે, તેની 129 રનની ઇનિંગમાં તેણે છગ્ગા અને ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા, જ્યારે બાકીના રન તેણે એક -બે રનની મદદથી બનાવ્યા હતા. જે દર્શાવે છે કે તેણે ટેસ્ટ ક્રિકેટની જરૂરિયાત મુજબ બેટિંગ કરી હતી. જ્યાં તે સતત સ્ટ્રાઇક ફેરવતો રહ્યો. આ વિશેષતા વિરાટ કોહલીમાં પણ છે. આ સિવાય કેએલ રાહુલે લગભગ 7 કલાક સુધી ક્રિઝ પર રહી મક્કમ બેટિંગ કરી હતી. 250 બોલનો તેણે સામનો કર્યો હતો. જે ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટિંગનો ‘ટેમ્પરામેન્ટ’ દર્શાવે છે.
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં વધુ એક બાબત નોંધવા જેવી છે. કેએલ રાહુલને વિરાટ કોહલીએ ઇનિંગની શરૂઆત કરવાની જવાબદારી સોંપી હતી. ટેસ્ટ ક્રિકેટની પરંપરાગત પરિભાષામાં, આ જવાબદારીનું એક મોટું પાસું ભાગીદારીનુ પણ છે. પહેલા તેણે રોહિત શર્મા સાથે 126 રનની ભાગીદારી કરી. પછી તેણે કેપ્ટન કોહલી સાથે લગભગ સવાસો રનની ભાગીદારી કરી. આ ખૂબીઓ જ કહે છે કે, કેએલ રાહુલ વિરાટ અને રોહિતની સમકક્ષ છે.
મોટી વાત એ છે કે, લાંબા સમયથી ભારતીય ટીમનો ટોપ ઓર્ડર મોટો સ્કોર બનાવવાનું ચૂકયો છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ મોટા નામ વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા મોટા સ્કોરથી દૂર રહ્યા છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે અને ઈંગ્લેન્ડની ટીમ માટે ચિંતાનું કારણ છે.