ભારતીય ટીમ આજે શુક્રવારે માંચેસ્ટર ના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં સિરીઝને કબ્જે કરવા મેદાને ઉતરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ આજથી રમાનારી છે. ભારતીય ટીમ 2-1 થી સિરીઝમાં આગળ છે, એટલે કે ટીમ સિરીઝમાં અજય છે. માંચેસ્ટર ટેસ્ટ ડ્રોમાં લઇ જવા કે જીતી લેવામાં સફળ રહેતા જ ભારતીય ટીમ ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં હરાવવા માટે સફળ થઇ શકશે.
ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતી હતી. હવે ઓલ્ડ ટ્રેફર્ડ પર પણ જીત દર્જ કરાવવાનો ઇરાદો ટીમ ઇન્ડીયાના તમામ ખેલાડીઓનો હશે. ભારતીય ટીમે ઓલ્ડ ટ્રેફર્ડમાં પ્રથમ ટેસ્ટ મેચ 1936માં રમી હતી. ભારતીય ટીમે અહી 2014માં અહી 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમ્યાન ભારતીય ટીમનો ઇતિહાસ અહી નિરાશાજનક રહ્યો છે.
માંચેસ્ટરમાં ભારતીય ટીમ 9 ટેસ્ટમાંથી 4 ટેસ્ટ મેચમાં હાર મેળવી ચુક્યુ છે. જ્યારે 5 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. એટલે કે ભારતીય ટીમને ઓલ્ડ ટ્રેફર્ડમાં એક પણ જીત મેળવાની તક મળી નથી. આમ 85 વર્ષ થી ભારતીય ટીમ જીત થી દૂર છે. જોકે આ વખતે ભારતીય ટીમ વધુ દમદાર સ્થિતીમાં છે. અહી ઇતિહાસની નિરાશા નહી પરંતુ મેદાનમાં સ્થિતીને અનુરુપ પ્રદર્શન કરવાનો દમ ધરાવે છે.
આતો વાત થઇ ભારતીય ટીમની વાત, પરંતુ ઇંગ્લેન્ડ ટીમનો માંચેસ્ટરમાં ઇતિહાસ કંઇક આમ છે. અહીં ઇંગ્લીશ ટીમ 81 ટેસ્ટ મેચ અત્યાર સુધીમાં રમી છે. જેમાંથી ઇંગ્લેન્ડની ટીમ 15 ટેસ્ટ મેચમાં હાર મેળવી ચુકી છે. જ્યારે 31 મેચોમાં જીત મેળવી છે અને 35 ટેસ્ટ મેચો ડ્રોમાં પરીણમી છે.
ભારતીય ટીમ શુક્રવાર પહેલા 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન માંચેસ્ટરમાં ટેસ્ટ મેચ રમ્યુ હતુ. જે મેચમાં ભારતીય ટીમે એક ઇનીંગ અને 54 રન થી હાર સહી હતી. જે વેળા ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ દાવમાં 152 રન કરી શકી હતી. જેમાં કેપ્ટન ધોનીએ 71 રનની ઇનીંગ રમી હતી. જ્યારે બીજા દાવમાં ભારતીય ટીમ 162 રન બનાવી શકી હતી. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 367 રન બનાવ્યા હતા. આમ ભારતે ઇનીંગ થી હાર સહવી પડી હતી.
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી કપિલ દેવ અને એમએસ ધોની બાદ પ્રથમ કેપ્ટન એવો છે તે લોર્ડઝમાં જીત નોંધાવી શક્યો છે. તો ઓવલમાં પણ 1971 બાદ ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહી શકી છે. આમ ભારતીય ટીમનો ઉત્સાહ જબરદસ્ત છે.
1936 માં ભારતીય ટીમની અહી રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. આવુ 1946 દરમ્યાન પણ પુનરાવર્ત થયુ હતુ. 1952માં ઇંગ્લેન્ડની ટીમ ઇનીંગ અને 207 રન થી હારી ગઇ હતી. 1959 માં પણ ટેસ્ટ ઇંગ્લેન્ડના પક્ષમાં રહી હતી. 1971 માં ટેસ્ટ ડ્રો રહી હત. 1974માં ઇંગ્લેન્ડે 113 રન થી મેચ જીત મેળવી હતી. 1982 અને 1990 માં ટેસ્ટ ડ્રો રહી હતી. જ્યારે 2014માં ઇંગ્લેન્ડની ટીમ ઇનીંગ અને 54 રન થી ટેસ્ટ જીતી હતી.