ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ સોમવારે મહત્વની બાબત પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય કેમ્પમાં કોવિડ-19 કેસ મળવાના નીકળવાના કારણે, ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે પ્રસ્તાવિત એક ટેસ્ટ મેચને શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ ગણવી જોઈએ. જે મેચ કોરોના કેસ મળ્યા બાદ રદ કરવામાં આવી હતી. તેમણે આ મેચને એકમાત્ર ટેસ્ટ તરીકે ગણવાની સંભાવનાને પણ નકારી કાઢી હતી.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને, પત્ર લખીને રદ થયેલી મેચના ભાવિ પર વિવાદ નિરાકરણ સમિતિ (DRC) ના નિર્ણયની માંગ કરી છે. ICC એ આ મામલે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. આ મેચ 10 સપ્ટેમ્બરથી ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટરમાં રમાવાની હતી.
ગાંગુલીએ એક મીડિયા રીપોર્ટમાં વાતચીતમાં કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે શ્રેણી પૂરી થઈ જાય. કારણ કે 2007 પછી શ્રેણીમાં (ઈંગ્લેન્ડમાં) અમારી પ્રથમ જીત હશે. BCCI માને છે કે ટેસ્ટ ક્રિકેટ વાસ્તવિક ફોર્મેટ છે અને તેની સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન કરવામાં આવશે નહીં. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફના સભ્યો કોવિડ-19 પોઝિટીવ જણાયા બાદ ભારતીય ટીમે રમવાનો ઇનકાર કર્યો હતો.
જો મેચને ‘ગુમાવેલા’ તરીકે રાખવામાં આવે તો, ECB ને 40 મિલિયન પાઉન્ડની વીમા રકમ મળી શકે છે. તેમણે દાવો કર્યો છે કે, આ તેમને મેચ રદ્દ થવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે.
BCCI એ આગામી વર્ષે જુલાઈમાં મર્યાદિત ઓવરોની શ્રેણી દરમિયાન ટેસ્ટના બદલે, બે વધારાની T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની ઓફર કરી છે કે કેમ તેમ પૂછવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું, અમે વધારાની વન ડે અને T20 આંતરરાષ્ટ્રીય રમવા માટે તૈયાર છીએ અને આ મુદ્દો નથી. તે માત્ર એટલું જ છે કે જે ટેસ્ટ મેચ બાદમાં રમાશે તે શ્રેણીની પાંચમી મેચ હશે.
જો ICC ને લાગે છે કે કોવિડ-19 ને કારણે મેચનું આયોજન થઈ શક્યું નથી, તો ભારત સત્તાવાર રીતે શ્રેણી 2-1 થી જીતી લેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કોવિડ સંબંધિત નિયમો હેઠળ આ રીતે મેચો રદ કરવી ‘સ્વીકાર્ય’ માનવામાં આવે છે.
ગાંગુલીએ કહ્યું, ‘છેલ્લા 18 મહિનામાં, કોવિડ-19 ના કારણે, શ્રેણીને રદ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી હતી. BCCI એ ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામેની તેમની હોમ સિરીઝ રદ કરી હતી. જેના કારણે અમે 4-5 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. તેઓએ આ સાથે આશા દર્શાવી હતી કે, ભવિષ્યમાં આવા મામલાઓમાં ચોક્કસ મેડીકલ એડવાઇઝ રહેશે. જેનાથી કોવિડના કેસ મળી આવે તો પણ શ્રેણી ચાલુ રાખી શકાય છે.ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, કારણ કે આપણે જાણીએ છીએ કે દર્શકો અને ટેલિવિઝન દર્શકોની દ્રષ્ટિએ તે કેટલું નુકસાનકારક છે. ખાસ કરીને જ્યારે આવી રોમાંચક શ્રેણી રમાઈ રહી હોય. ટેસ્ટ ક્રિકેટ BCCI ની પ્રથમ પ્રાથમિકતા છે.
ગાંગુલીએ કહ્યું કે BCCI નિરાશ છે કે મેચ ના થઈ શક્યુ. પરંતુ તે સંબંધિત ખેલાડીઓ પર એક મર્યાદાથી વધારે દબાણ ન કરી શકે. તેમણે કહ્યું, અમે અત્યંત નિરાશ છીએ કે આ શ્રેણી વચ્ચેથી જ સમાપ્ત થઈ. આનું એકમાત્ર કારણ કોવિડ-19 નો પ્રકોપ અને ખેલાડીઓની સલામતી હતી. અમે તેમને માત્ર એક મર્યાદા સુધી દબાણ કરી શકીએ છીએ. રોગચાળો એટલો ખરાબ છે કે કોઈ ચોક્કસ મર્યાદાથી આગળ વધી શકતું નથી.
ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું સિનિયર ખેલાડીઓને આરામ આપીને નવી ટીમને મેદાનમાં ઉતારવાની વિચારણા કરવામાં આવ્યો હતો. જેઓ રમવામાં અસ્વસ્થતા અનુભવે છે. જેને લઇ તેમણે ના માં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, ના, તે વિકલ્પ નહોતો કારણ કે યોગેશ પરમાર (જુનિયર ફિઝિયો જેમણે મેચ પહેલા પોઝિટીવ જણાયા હતા) તમામ ખેલાડીઓ સાથે નજીકનો સંપર્ક ધરાવતા હતા. તેથી તે ચોક્કસપણે ચિંતાનું કારણ હતું. આ એવી વસ્તુ છે જેના પર કોઈનું નિયંત્રણ નથી. ખેલાડીઓ તેમની સાથે તેમના પરિવારો પણ હતા.