ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team)ના કેપ્ટન જો રૂટે (Joe Root), ભારત (India Cricket Team) સામેની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી છે. વર્તમાન શ્રેણીમાં આ તેની સતત ત્રીજી સદી છે. તેણે ઈશાંત શર્માના બોલ પર ચોગ્ગો ફટકારીને 100 રનનો આંકડો પાર કર્યો હતો. જો રૂટે 124 બોલમાં 12 ચોગ્ગા સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 23મી સદી પૂરી કરી હતી. તેણે નોટિંગહામ ખાતેની પ્રથમ ટેસ્ટમાં 109 અને લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં અણનમ 180 રન બનાવ્યા હતા.
આ સિવાય તેણે આ શ્રેણીમાં 64 અને 33 રનની ઈનિંગ પણ રમી છે. જો રુટ આ વર્ષે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે અત્યાર સુધી 2021માં છ સદી ફટકારી છે. આ શ્રેણી પહેલા તેણે ભારત પ્રવાસ પર 218 રન અને શ્રીલંકા પ્રવાસ પર 228 અને 186 રન બનાવ્યા હતા.
હેડિંગ્લે ટેસ્ટમાં જો રૂટ 159 રને બીજી વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર આવ્યો હતો. મેદાન પર આવ્યા બાદ તેણે ઝડપી રન બનાવ્યા અને સદી ફટકારી હતી. ભારતીય બોલરો પાસે તેના માટે કોઈ જવાબ નહોતો. રૂટે ત્રીજી વિકેટ માટે ડેવિડ મલાન (70) સાથે 139 રનની મહત્વની ભાગીદારી કરી હતી. રુટની રમત શાનદાર રહી છે, જેની મદદથી ભારત પર એક વિશાળ લીડ ઈંગ્લેન્ડની ટીમ મેળવી ચુકી છે.
જો રૂટે વર્ષ 2021માં 11 ટેસ્ટ રમી છે અને જેમાં તેણે છ સદી અને એક અડધી સદીની મદદથી 1,379 રન બનાવ્યા છે. આ વર્ષે તેની રનિંગ એવરેજ 72.57 છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે જ્યારે પણ તે 50 રનનો આંકડો પાર કરે છે, ત્યારે તે સદી સુધી પહોંચી શક્યો છે. તેથી જ તેણે માત્ર એક જ ફીફટી જ્યારે છ સદી ફટકારી છે. તેની બે બેવડી સદી પણ છે. તેણે શ્રીલંકા અને ભારતમાં આ બેવડી સદી ફટકારી છે.
Best. Player. In. The. World. ❤️
100 on his home ground, in front of a full house 🔥
Scorecard & Videos: https://t.co/csDPLXK4GY#ENGvIND pic.twitter.com/3R80KkdmtR
— England Cricket (@englandcricket) August 26, 2021