IND vs ENG: ઇંગ્લેન્ડના બોલરો સામે નિષ્ફળ રહેતા ભારતીય ટીમે 78 રનમાં સમેટાઇ જઇ બનાવ્યો શરમજનક રેકોર્ડ

|

Aug 26, 2021 | 7:59 AM

ભારતના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ઇંગ્લેન્ડની સામે સિરીઝમાં પ્રથમ વાર તે ટોસ જીત્યો હતો અને ખરાબ હાલત સર્જાઇ ગઇ હતી. લોર્ડઝ ટેસ્ટ જીતવા હેડિંગ્લેમાં મુશ્કેલ સ્થીતીમાં મુકાઇ જવુ પડ્યુ હતુ.

IND vs ENG: ઇંગ્લેન્ડના બોલરો સામે નિષ્ફળ રહેતા ભારતીય ટીમે 78 રનમાં સમેટાઇ જઇ બનાવ્યો શરમજનક રેકોર્ડ
Rohit Sharma-Ajinkya Rahane

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ લીડ્ઝ (Leeds Test) માં રમાઇ રહી છે. જ્યાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે (Team India) ઘૂંટણ ટેકવી દીધા હતા. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયા 78 રનમાં સમેટાઇ ગઇ હતી. હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ ખરાબ બેટિંગ કરી અને વિકેટ ફેંકવા લાગ્યા હતા. 78 રનમાં સમેટાઇ જવાના કારણે ભારતીય ટીમે ઘણા ખરાબ રેકોર્ડ બનાવ્યા હતા.

ભારત માટે માત્ર રોહિત શર્મા (19) અને અજિંક્ય રહાણે (18) ડબલ ફિગર પાર કરી શક્યા હતા. આ બે પછી, નવમા નંબરે ઇશાંત શર્મા આઠ રન બનાવી શક્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને ક્રેગ ઓર્ટને ત્રણ -ત્રણ વિકેટ લીધી હતી. ભારતે ઇંગ્લેન્ડમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. અહીં 42 રન ભારતનો સૌથી ઓછો સ્કોર રહ્યો છે. જે તેણે 1974 માં લોર્ડ્સ ટેસ્ટમાં બનાવ્યો હતો.

ઓછા સ્કોરને જોવામાં આવે તો, 1952 માં માન્ચેસ્ટરમાં ભારતીય ટીમ 58 રનમાં સમેટાઈ ગઈ હતી. 1952 માં જ ભારતે માન્ચેસ્ટરમાં 82 રન બનાવ્યા હતા. 78 રન એ ટેસ્ટ ક્રિકેટમાં માં ભારતનો નવમો સૌથી ઓછો સ્કોર છે. ભારતીય ટીમે 200 થી ઓછા રન બનાવ્યા બાદ ક્યારેય ઇંગ્લેન્ડમાં ટેસ્ટ જીતી નથી. કોઈપણ ટીમ સામે પણ ભારત 200 થી ઓછા રન બનાવ્યા બાદ જીતી શક્યું નથી. જોકે ભારતે 2012માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઇ ટેસ્ટમાં 14 રનનો સ્કોર બનાવીને ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

34 વર્ષે પ્રથમ દિવસે ટોસ જીતી ઓલઆઉટ

ભારત લીડ્ઝ ટેસ્ટ પહેલા છેલ્લી વખત 1987 માં ટેસ્ટના પ્રથમ દિવસે 78 થી ઓછા સ્કોરે આઉટ થયું હતું. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામે રમતા ભારતીય ટીમ દિલ્હીમાં 75 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી, હવે 34 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા 78 રનમાં આઉટ થઈ ગઈ છે. તે જ સમયે, વર્ષ 2000 પછી આ બીજી વખત છે જ્યારે ભારતીય ટીમ ટોસ જીત્યા બાદ પ્રથમ દાવમાં 100 થી ઓછા રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આજ થી પહેલા, 2008 માં દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદ ટેસ્ટમાં આમ થયું હતું.

બે દશકમાં 5 વાર 100 થી નિચે સ્કોર

ભારતીય ટીમ વર્ષ 2000 બાદ 100 થી ઓછા સ્કોર માં પાંચમી વખત ટેસ્ટ ક્રિકેટમાં ઓલઆઉટ થઈ છે. જેમાં વર્ષ 2020 માં ઓસ્ટ્રેલિયા સામે 36, 2008 માં દક્ષિણ આફ્રિકા સામે 76, 2021 માં ઈંગ્લેન્ડ સામે 78, 2014 માં ઈંગ્લેન્ડ સામે 94 અને 2002 માં ન્યૂઝીલેન્ડ સામે 99 નો સ્કોર સામેલ છે.

ભારતે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં 364 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડમાં પ્રથમ બેટિંગ કરતા આ ભારતનો સર્વોચ્ચ સ્કોર હતો. હવે પછીની જ ટેસ્ટમાં, ભારત હેડિંગ્લેમાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ સૌથી નીચો સ્કોર એટલે કે 78 રન પર ટીમ સમેટાઇ ગઇ હતી.

 

આ પણ વાંચોઃ Vinesh Phogat માટે રાહતના સમાચાર, ભવિષ્યમાં ભુલની સજા આજીવન પ્રતિબંધની શરતે રેસલિંગ ફેડરેશને માફ કરી

આ પણ વાંચોઃ Weather Update India: આ રાજ્યોમાં આજે થશે મુશળાધાર વરસાદ, જાણો શું છે દેશનો મૌસમનો હાલ ?

Next Article