IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ભારતે 95 રનની મજબૂત લીડ મેળવી, 278 રન કરી ભારત ઓલઆઉટ, રાહુલ-જાડેજાની ફીફટી

|

Aug 06, 2021 | 8:55 PM

જોકે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ શાનદાર ભાગીદારી રમત રમી હતી અને ઈંગ્લેન્ડના સ્કોરના પાર કરતી રમત રમી હતી. જોકે રાહુલ 84 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. આ પહેલા જ તેને જીવનદાન મળ્યુ હતુ. પરંતુ ત્યારબાદ તે વધારે લાંબો સમય ક્રિઝ પર રહી શક્યો નહીં.

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ભારતે 95 રનની મજબૂત લીડ મેળવી, 278 રન કરી ભારત ઓલઆઉટ, રાહુલ-જાડેજાની ફીફટી
Ravindra Jadeja-KL Rahul

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (England vs India) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત આજે રમાઈ રહી છે. બીજા દિવસની રમતમાં વરસાદે વિક્ષેપ સર્જ્યા બાદ આજે પ્રથમ સેશનની શરુઆતે જ વરસાદે રમતનો સમય ખરાબ કર્યો હતો. ભારતીય ટીમે (Team India) 4 વિકેટે 125 રનના સ્કોર સાથેની રમતને આજે ત્રીજા દિવસે આગળ વધારી હતી. ઈંગ્લેન્ડ પર ભારતે મજબૂત લીડ મેળવી લીધી હતી. ભારતીય ટીમ 278 રન પર સમેટાઈ હતી. આમ ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ પર ભારતે મજબૂત સ્થિતી મેળવી હતી.

 

ભારતીય ઓપનર કેએલ રાહુલ (KL Rahul) અને ઋષભ પંત (Rishabh Jadeja) બંનેએ રમતની શરુઆત કરી હતી. પંતે ચોગ્ગા અને છગ્ગા સાથે ઝડપથી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પંત 25 રનની રમત 20 બોલમાં રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

જોકે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ શાનદાર ભાગીદારી રમત રમી હતી અને ઈંગ્લેન્ડના સ્કોરના પાર કરતી રમત રમી હતી. જોકે રાહુલ 84 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. આ પહેલા જ તેને જીવનદાન મળ્યુ હતુ. પરંતુ ત્યારબાદ તે વધારે લાંબો સમય ક્રિઝ પર રહી શક્યો નહીં.

 

કેએલ રાહુલે 214 બોલમાં 84 રનની રમત રમી હતી. રાહુલની રમતને લઈને શતકની આશા વર્તાઈ રહી હતી. શાર્દૂલ ઠાકુર ત્યારબાદ રમતમાં આવ્યો હતો. જે શૂન્ય રને જ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ભારતની લીડને આગળ વધારતી રમત રમી હતી. તેણે અર્ધશતકીય રમત રમી હતી. મહંમદ શામીએ તેને સારો સાથ પુરાવ્યો હતો.

 

બુમરાહે હંફાવ્યા ઈંગ્લીશ બોલરોને

રવિન્દ્ર જાડેજાએ યોગ્ય સમયે શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 86 બોલમાં 56 રન જાડેજાએ કર્યા હતા. આ દરમ્યાન તેણે 1 સિક્સ અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. મહંમદ શામી 20 બોલમાં 13 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ જસપ્રિત બુમરાહે ચોગ્ગા અને છગ્ગા લગાવીને ઈંગ્લીશ બોલરોને પરેશાન કરી દીધા હતા. બુમરાહે અંતિમ વિકેટની ભાગીદારી રમત 30 રનથી વધુની રમી હતી. બુમરાહે 3 ચોગ્ગા અને 1 સિક્સર લગાવી 34 બોલમાં 28 રન કર્યા હતા. મહંમદ સિરાજ 8 બોલમાં 7 રન કરીને અણનમ રહ્યો હતો.

 

ઓલી રોબિન્સનની 5 વિકેટ

ઈંગ્લીશ બોલરોએ ગઈકાલે ભારતની એક બાદ એક ચાર વિકેટ મેળવી હતી. બાદમાં આજે ફરી એકવાર ભારતીય બેટસમેનો પર દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. ઓલી રોબિન્સને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચોઃ મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા

આ પણ વાંચોઃ Surendranagar: 16 વર્ષનો સુરેન્દ્રનગરનો આ ટીનેજર જુનિયર શોટગન વર્લ્ડ કપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

Published On - 8:51 pm, Fri, 6 August 21

Next Article