IND vs ENG: લોર્ડઝ ટેસ્ટ પહેલા પૂર્વ સિલેકટરે ચેતેશ્વર પુજારા અને અજીંકય રહાણેના ફોર્મને લઇ કહ્યુ આમ

|

Aug 10, 2021 | 8:22 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી નોટિંગહામ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારા અને અજીંક્ય રહાણેનુ બેટ ખાસ ચાલી શક્યુ નહોતુ. બંને પાસે હવે બીજી ટેસ્ટમાં સારા પ્રદર્શનની આશા છે.

IND vs ENG: લોર્ડઝ ટેસ્ટ પહેલા પૂર્વ સિલેકટરે ચેતેશ્વર પુજારા અને અજીંકય રહાણેના ફોર્મને લઇ કહ્યુ આમ
Cheteshwar Pujara-Ajinkya Rahane

Follow us on

નોટિંગહામ ટેસ્ટ મેચમાં જીતની નજીક પહોંચીને ભારતીય ટીમ (Team India) ને અંતિમ દિવસે વરસેલા વરસાદે નિરાશ કર્યા હતા. હવે બીજી ટેસ્ટ મેચની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ માટે લંડન પહોંચી ચુકી છે. જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડઝ (Lord’s)માં બીજી ટેસ્ટ મેચ રમાનારી છે. લોર્ડઝ ટેસ્ટ પહેલા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ના ફોર્મની ચિંતા ટીમ ઇન્ડીયાને સતાવી રહી છે.

વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમમાં બેટીંગને લઇને કેટલીક ચિંતાઓ છે, તેમાં મુખ્યત્વે પુજારા અને રહાણેના ફોર્મની છે. જે પુજારા અને રહાણે બંને ટીમના મહત્વના ખેલાડી છે. બંનેની રમત શાનદાર ઇતિહાસ ધરાવે છે. બંને અનેક વખત જીતના હિરો રહી ચુક્યા છે. બંને ઓવરઓલ રેકોર્ડ પણ જબરદસ્ત છે. પરંતુ હાલમાં તેમના ફોર્મને લઇને ચિંતા વર્તાઇ રહી છે.

ચેતેશ્વર પુજારાની વાત કરવામાં આવે તો, તે 2019 થી શતક થી દુર છે. તો રહાણેએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન મેલબોર્ન ટેસ્ટમાં શતક લગાવ્યુ હતુ. ત્યાર બાદ તે એક અર્ધશતક લગાવી શક્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં પુજારાએ 4 અને 12 રન બનાવ્યા છે. જ્યારે રહાણેએ 5 રન બનાવ્યા છે. ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ બંનેની રમત ફીકી રહી હતી. ભારતના પૂર્વ સ્પિનર વેંકટપતિ રાજૂ (Venkathpathy raju) એ હવે આ બંને ને લઇને પોતાની વાત રાખી છે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કોહલીએ બતાવ્યુ હશે, શુ આશા છે

પૂર્વ સ્પિનર અને પૂર્વ સિલેકટર રાજૂએ કહુ કે, વિરાટ કોહલીએ એ આ બંને ને બતાવી દીધુ હશે તે તેમના થી શુ આશા છે. મીડિયા રિપોર્ટનુસાર રાજુએ કહ્યુ, પુજારા અને રહાણેને ખ્યાલ છે કે, ભારતીય ટીમને તેમના થી શુ આશા છે. તેમને ખ્યાલ છે કે, વિરાટ કોહલી તેમનાથી શુ ઇચ્છે છે. વિરાટ કોહલીએ તેને બતાવી દીધુ હશે કે, ટીમ તેમના થી શુ ઇચ્છે છે અને શુ સ્થિતી છે.

રાજૂએ કહ્યુ હતુ કે, ટ્રેન્ટ બ્રિઝમાં પુજારાની બેટીંગ અને તેના વિચારને લઇને આશ્વર્યમાં હતા. રાજૂએ કહ્યુ કે, પુજારાને થોડી હકારત્મકતા સાથે બેટીંગ કરવી જોઇએ અને સતત રન બનાવવા જોઇએ. પુજારાની સ્ટ્રાઇક રેટને લઇ સતત વાતો થતી રહે છે અને તેના કારણે તેણે ટીકાઓ પણ સહન કરવી પડે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડઝમાં 12 ઓગષ્ટે રમાનાર છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિનને ટીમમાંથી બહાર રાખવાને લઈને ચર્ચાઓ તેજ, જાડેજા નહીં ઠાકુર સાથે સ્પર્ધા હોવાનો નવો સુર!

આ પણ વાંચોઃ Team India ના ત્રણ સ્ટાર બેટ્સમેન ટેસ્ટ મેચની બંને ઇનીંગમાં શતક લગાવવાની સિદ્ધી ધરાવે છે, જાણો

Published On - 8:08 pm, Tue, 10 August 21

Next Article