ભારત અને ઇંગ્લેન્ડ (England vs India) વચ્ચે નોંટિંગહામમાં ટેસ્ટ રમાઇ રહી છે. રમતના ત્રીજા દિવસે ભારતીય ટીમ (Team India) ની પ્રથમ બેટીંગ ઇનીંગ સમાપ્ત થઇ હતી. ભારતીય બેટ્સમેનો એ ઇંગ્લેન્ડ પર લીડ મેળવતી ઇનીંગ રમી હતી. અંતિમ વિકેટ દરમ્યાન જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) શાનદાર રમત રમી હતી. એક છગ્ગા સાથે તેણે ઝડપથી રમત રમી ભારતની લીડની સ્થિતીને મજબૂત કરી દીધી હતી.
ભારતીય બોલર જસપ્રીત બુમરાહે પોતાની ઇંનીંગ દરમ્યાન ઇંગ્લીશ ટીમને પરેશાન કરી મુકી હતી. ઇંગ્લીશ ટીમ ઝડપથી બેટીંગમાં આવવા માટેનુ વિચારી રહી હતી, ત્યા જ અંતિમ વિકેટની રમતને બુમરાહે લાંબી કરી દીધી હતી. ઇંગ્લીશ ટીમ સામે બુમરાહે બેટ ખોલીને રમત રમતા, અપેક્ષા કરતા વધુ શાનદાર રમત દર્શાવી હતી. બુમરાહે ધુંઆધાર રીતે રમત રમતા 34 બોલમાં 28 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમને એક સમયે આશા હતી કે 60 રનની આસપાસ લીડ મળશે. પરંતુ બુમહારે તે આશાને રમત દરમ્યાન વધારી દીધી હતી. તેણે લીડને 100 રનની પાર લઇ જવા પ્રયાસ કર્યો હતો. એટલે કે ફેન્સની આશા કરતા ડબલ. છતા બુમરાહે ભારતીય ટીમને 95 રનની લીડ સુધી લઇ જવામાં સફળતા મેળવી હતી. આમ ઇંગ્લેન્ડ સામે ભારત ત્રીજા દિવસની રમતના અંતે મજબૂત સ્થિતી મેળવી હતી.
આ પહેલા જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડની પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન પોતાની બોલીંગ વડે પરેશાની સર્જી દીધી હતી. બુમરાહે 4 વિકેટ પ્રથમ ઇનીંગ દરમ્યાન ઝડપી હતી. આમ ઇંગ્લેન્ડની ટીમને 200 રનની પાર જતા રોકી રાખવામાં મહત્વની ભૂમિકા બુમરાહે ભજવી હતી. આમ પ્રથમ ઇનીંગમાં બોલીંગ અને બેટીંગ બંને રીતે ઇંગ્લેન્ડ સામે દમ દેખાડ્યો હતો.
બુમરાહની બોલીંગ જોયા બાદ ખુશ થઇ ચુકેલા ફેન્સ, તેની બેટીંગ જોઇને ખૂબ જ આનંદમાં જોવા મળ્યા હતા. ફેન્સ તેમની ખુશીઓને સોશિયલ મીડિયામાં શેર કરવાનુ ચુક્યા નહોતા. ફેન્સે બુમરાહને લઇને સોશિયલ મીડિયામાં કેટલીક પોષ્ટ કરી હતી, જુઓ.
Let’s admire #Bumrah batting today. Appreciation tweet for bumrah. #ENGvsIND #TeamIndia pic.twitter.com/1vb6Lfuumr
— Yash 🏏🇮🇳 (Inactive) (@iCricYash) August 6, 2021
#Bumrah 🔥👌 pic.twitter.com/WHMkjjDWYu
— Sai Naik (@SaiNaik26) August 6, 2021
#Bumrah scene from dressing room pic.twitter.com/hRQtKANzZt
— zoro⚔️ (@Roronoa_Yuvi) August 6, 2021
#engvsind #cricmbs41 #cricket #bumrah #kohli #testcricket pic.twitter.com/KJEgOOsFmt
— Mahendra Baijnath Singh (@mbscric41) August 7, 2021
आज से हमें कोई भी टेलन्ड़र नहीं बोलेगा :@Jaspritbumrah93@virendersehwag @vikrantgupta73 @MdShami11 #INDvENG
— Mukesh Dave (@mukeshdave1999) August 6, 2021
#INDvENG #Bumrah pic.twitter.com/LQjutpvjGF
— SVM (@saaransh1712) August 6, 2021