IND vs ENG: ભારત સામે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે નોંધાવ્યો આ ખરાબ રેકોર્ડ, આવી ઘટના લોર્ડઝમાં પ્રથમ વાર નોંધાઇ

|

Aug 17, 2021 | 7:13 AM

India vs England: લોર્ડઝના મેદાન પર ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરની હાલત ભારતીય બોલરોએ કરી છે, તેવી ઘટના લોર્ડઝમાં પ્રથમ વખત નોંધાઇ છે. જ્યારે ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસમાં માત્ર ચોથી વાર નોંધાઇ છે.

IND vs ENG: ભારત સામે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે નોંધાવ્યો આ ખરાબ રેકોર્ડ, આવી ઘટના લોર્ડઝમાં પ્રથમ વાર નોંધાઇ
Sam Curran

Follow us on

જ્યારે વર્ષ 2018 માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) ની ટેસ્ટ શ્રેણીમાં ટક્કર થઈ ત્યારે એક ખેલાડી હતો. જેણે લગભગ એકલા હાથે ટીમ ઈન્ડિયાની હાર નિશ્વિત કરી હતી. આ ખેલાડીએ વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમને બેટિંગ અને બોલિંગ વડે જીતથી દૂર રાખી હતી. તેને આઉટ કરવો પણ ભારત માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થયો હતો. આ કારણોસર પાંચ ટેસ્ટની શ્રેણી ઈંગ્લેન્ડના નામે 3-1 થી રહી હતી.

હવે વર્ષ 2021 માં, બાજી પુરી રીતે ઉલટી થઈ ગઈ હોય તેમ લાગે છે. ભારતે આ ખેલાડીનો તોડ નિકાળી લીધો છે. એટલે જ તો એ ખેલાડી લોર્ડ્સ ટેસ્ટ (Lords Test) માં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને બંને દાવમાં પ્રથમ બોલ પર આઉટ થયો હતો. તેણે કિંગ પેયર (King pairs) બનાવ્યુ છે. આ ખેલાડીનું નામ સેમ કરન (Sam Curran) છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સેમ કરન પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્મા દ્વારા આઉટ થયો હતો. પહેલા જ બોલ પર તે બીજી સ્લિપ પર રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે તેના નામની આગળ ગોલ્ડન ડક લખવામાં આવ્યું હતું. સેમ કરન જ્યારે બીજી ઇનિંગ્સ રમવા માટે બહાર આવ્યો. ત્યારે ઇંગ્લેન્ડ મેચ ડ્રો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ કરન ફરી એક જ બોલ રમી શક્યો અને પેવેલિયન પાછો ફર્યો. આ વખતે મોહમ્મદ સિરાજે તેનો શિકાર કર્યો હતો.

બોલ તેના બેટની ધાર ને લઈ ગયો અને વિકેટકીપર ઋષભ પંતના ગ્લોવ્ઝમાં ઝડપાઇ ગયો. આ રીતે, કરન ફરીથી ગોલ્ડન ડકનો શિકાર બન્યો. આમ તેણે ટેસ્ટ મેચમાં કિંગ પેયર બનાવી. આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમનાર સેમ કુરન લોર્ડ્સ ખાતેની બંને ઇનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થનાર પ્રથમ ખેલાડી છે.

ક્રિકેટમાં કોઇ ખેલાડી જ્યારે પ્રથમ બોલ પર ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઇ જાય તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે. પરંતુ જો કોઇ બેટ્સમેન બંને ઇનીંગમાં ગોલ્ડન ડક બનાવે તો તેને કિંગ પેયર કહેવામાં આવે છે.

સેમ કરનનો અણગમતો રેકોર્ડ

બંને ઇનીંગમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહેલા સેમ કરને એક અણગમતો રેકોર્ડ બનાવ્યો હતો. તે ચોથો ઇંગ્લીશ ખેલાડી બેટ્સમેન હતો, જેણે ટેસ્ટ ક્રિકેટમાં કિંગ પેયર બનાવ્યુ છે. આ પહેલા જેમ્સ એન્ડરસને 2016-17 માં વાઇજેગમાં ભારત સામે, અર્ની હેંસે 1905-06માં સાઉથ આફ્રિકા સામે અને વિલિયમ એટવેલ એ 1891-92 માં ઓસ્ટ્રેલિયા સામે કિંગ પેયર બનાવ્યુ હતુ.

ભારત સામે પાંચમી વાર કોઇ ખેલાડીએ કિંગ પેયર બનાવ્યુ છે. કરન થી પહેલા એન્ડરસન 2016માં, બાંગ્લાદેશના જાવેદ ઉમરે 2007માં, એડમ ગીલક્રિસ્ટ 2001 માં અને ન્યૂઝીલેન્ડના ગેરી ટ્રૂપ 1981 માં આ અણગમતો રેકોર્ડ નોંધાવી ચુક્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝ ટેસ્ટ ભારતને નામ, ભારતે ઇતિહાસનુ કર્યુ પુનરાવર્તન, લોર્ડઝમાં ત્રીજી જીત મેળવી સિરીઝમાં 1-0 થી આગળ

આ પણ વાંચોઃ Ind vs Eng: ઇંગ્લીશ ઓપનરોનો ફ્લોપ શો, શૂન્ય પર પેવેલિયન પરત ફરવાનુ એ કામ કર્યુ જે પહેલા નહોતુ કર્યુ

Next Article