IND vs ENG: એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન ચામડીના રંગને લઈ વિવાદ, ભારતીય ચાહક પર સાધ્યુ નિશાન, તપાસ ના આદેશ અપાયા

|

Jul 05, 2022 | 8:32 AM

આ ઘટના ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસની છે અને આ મુદ્દો ભારતીય ચાહકો સાથે જોડાયેલો છે, જેમણે પોતાના પર વંશીય હુમલાની ફરિયાદ કરી છે.

IND vs ENG: એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન ચામડીના રંગને લઈ વિવાદ, ભારતીય ચાહક પર સાધ્યુ નિશાન, તપાસ ના આદેશ અપાયા
Edgbaston Test દરમિયાન વંશિય ટીપ્પણીનો આક્ષેપ

Follow us on

એજબેસ્ટન (Edgbaston Test) માં ક્રિકેટના ઘોંઘાટ વચ્ચે ત્વચાના રંગને લઈને હોબાળો મચી ગયો છે. આ ઘટના ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસની છે અને આ મુદ્દો ભારતીય ચાહકો સાથે જોડાયેલો છે, જેમણે પોતાના પર વંશીય હુમલાની ફરિયાદ કરી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, ટેસ્ટ મેચના ચોથા દિવસે સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય સમર્થકોએ વિરોધી ટીમના પ્રશંસકો દ્વારા ભારતીય પ્રશંસક પર વંશીય હુમલાની વાત કરી હતી. આ બાબતને વધુ ઉજાગર કરવાનું કામ યોર્કશાયરના ક્રિકેટર અઝીમ રફીકે કર્યું હતું, જેઓ પોતે પણ ભૂતકાળમાં આવા હુમલાઓનો સામનો કરી ચૂક્યા છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ એજબેસ્ટન સત્તાવાળાઓ અને ECB તરફથી ઝડપી પગલાં લેવાની વાત કરી હતી હતી.

આ મામલો ઉઠાવતા અઝીમ રફીકે પોતે ટ્વીટ કર્યું હતું કે સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા આરોપો વાંચીને મને દુઃખ થયું છે. અઝીમના ટ્વિટના પરિણામ ટૂંક સમયમાં જ જોવા મળ્યા, જ્યારે એજબેસ્ટનના સંચાલકોએ તેના પર કાર્યવાહી કરવાની વાત કરી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વંશીય હુમલાને લઈ કાર્યવાહી હાથ ધરાઈ

એજબેસ્ટન અધિકારીઓ વતી અઝીમ રફીકના ટ્વીટના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, અમે માફી માંગીએ છીએ અને આ મામલાની તાત્કાલિક તપાસનો આદેશ આપીએ છીએ. આમાં દોષિતોને બક્ષવામાં આવશે નહીં.” તેમણે આગળ લખ્યું કે વોર્વિકશાયરનું હોમ ગ્રાઉન્ડ દરેક માટે છે. અમારો હેતુ એજબેસ્ટનને બધા માટે સુરક્ષિત સ્ટેડિયમ બનાવવાનો છે.

ઘટનાએ ECBની ઉંઘ ઉડાડી દીધી!

આ મામલે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ECBએ પોતાના નિવેદનમાં કહ્યું, “એજબેસ્ટન ટેસ્ટની ચોથી મેચની ઘટના વિશે સાંભળીને અમે ચિંતિત છીએ. અમે આ મામલાની તપાસ કરી રહેલા એજબેસ્ટનમાં અમારા સાથીદારોના સંપર્કમાં છીએ. ક્રિકેટમાં વંશીય ભેદભાવને કોઈ સ્થાન નથી. એજબેસ્ટન તેના સારા ક્રિકેટ વાતાવરણ માટે જાણીતું છે અને તેઓ તેના માટે સખત મહેનત પણ કરે છે.”

જણાવી દઈએ કે એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે ભારતે ઈંગ્લેન્ડ સામે 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડે ચોથા દિવસની રમત પૂરી થવા સુધી 3 વિકેટે 259 રન બનાવ્યા હતા. જો રૂટ અને બેયરસ્ટોની જોડી ક્રિઝ પર સ્થિર છે, ઈંગ્લેન્ડના દૃષ્ટિકોણથી આ સારી વાત છે પરંતુ ભારત માટે ખરાબ સમાચાર છે.

Published On - 8:24 am, Tue, 5 July 22

Next Article