IND vs ENG: ટીમ ઇન્ડીયાને માંચેસ્ટર ટેસ્ટ પહેલા જ સંકટ ! બે દિગ્ગજ ખેલાડીઓ ઇજાગ્રસ્ત

|

Sep 09, 2021 | 8:03 AM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ માંચેસ્ટર (Manchester Test) માં 10 સપ્ટેમ્બરથી રમાનારી છે. ટીમ ઇન્ડીયા સિરીઝ જીતવાના ઉંબરે છે અને 2-1 થી ટીમ આગળ ચાલી રહી છે.

IND vs ENG: ટીમ ઇન્ડીયાને માંચેસ્ટર ટેસ્ટ પહેલા જ સંકટ ! બે દિગ્ગજ ખેલાડીઓ ઇજાગ્રસ્ત
Virat Kohli

Follow us on

ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે રાહતના સમાચાર છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શામી (Mohammed Shami) ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે. તે 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટર (Manchester Test) માં શરૂ થનારી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. જોકે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. શામી અને ઈશાંત શર્માને નાની ઈજાઓના કારણે ઓવલ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો.

 

જેમાં ભારતે 157 રનથી જીત મેળવી પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. જાણવા મળ્યું છે કે શામીએ બુધવારે ટીમના પ્રેક્ટિસ સેશનમાં હાજરી આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, “શામી ફિટ છે અને જ્યારે શામી ફિટ હોય છે, ત્યારે તે આપોઆપ ટીમ સાથે જોડાઇ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 

શામીના ફિટ થવાથી સુકાની વિરાટ કોહલી અને એકમાત્ર ઉપલબ્ધ કોચ વિક્રમ રાઠોડને પાંચમી મેચ પહેલા વિકલ્પો પર વિચાર કરવામાં મદદ મળશે. વરિષ્ઠ બેટ્સમેન રોહિત શર્મા (ઘૂંટણની ઈજા) અને ચેતેશ્વર પૂજારા (પગની ઈજા) થી ઘાયલ છે અને હજુ પણ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. રોહિતની ઈજા ઝડપથી સુધરી રહી છે અને તે રમે તેવી શક્યતા છે. પરંતુ મેડિકલ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

 

જો રોહિત યોગ્ય સમયે ફિટ ન હોય તો મયંક અગ્રવાલ, અભિમન્યુ ઇશ્વરન અને પૃથ્વી શોમાંથી એકને તક આપવામાં આવશે. જો ચેતેશ્વર પુજારા ના રમે તો હનુમા વિહારી અને સૂર્યકુમાર યાદવમાંથી કોઈને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

 

બુમરાહને મળશે આરામ ?

 

આ શ્રેણીમાં ભારતીય બોલરોની વાત કરીએ તો જસપ્રિત બુમરાહે સૌથી વધુ કાર્ય કર્યું છે. તેણે ચાર ટેસ્ટની સાત ઇનિંગમાં કુલ 151 ઓવર ફેંકી છે. આનો અર્થ છે કે દરેક ઇનિંગમાં 21 ઓવરથી વધુ. બુમરાહે 18 વિકેટ પણ લીધી છે. પરંતુ આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ અને તેના પહેલા IPL 2021 ને કારણે તેના પર ઘણો બોજ પડશે. જોવાનું એ રહેશે કે ટીમ તેને છેલ્લી ટેસ્ટમાં આરામ આપે છે કે નહીં.

 

14 વર્ષ પછી ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની દિશામાં ચાલી રહી છે. આમ તેના શ્રેષ્ઠ ખેલાડીઓ છેલ્લી ટેસ્ટમાં ઉતરશે. જો બુમરાહને આરામ આપવામાં આવે તો શામી તેની જગ્યા લઇ શકે છે. પરંતુ જો બુમરાહ રમે તો સિરાજને બહાર જવું પડી શકે છે. કારણ કે ઉમેશ યાદવે ચોથી ટેસ્ટમાં છ વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે અડધી સદી સાથે બંને ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી.

 

આ પણ વાંચોઃ India’s T20 World Cup Squad: આ 15 ખેલાડીઓ ટીમ ઇન્ડીયાનો વિજય ધ્વજ લહેરાવવા મેદાને ઉતરશે, જુઓ તસ્વીરો સાથે ખેલાડીઓની કુંડળી

 

આ પણ વાંચોઃ T20 World Cup: જય શાહે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક! દુબઈમાં ધોનીને વાત કરી અને ટીમ ઈન્ડીયા સાથે મહત્વની ભૂમિકા માટે કર્યો સામેલ

Next Article