IND vs ENG: ઓવલ ટેસ્ટ પહેલા જ ભારતના પડકારને લઇને કેપ્ટન જો રુટે કહ્યુ, કોહલીને આઉટ કરવાનો ઉપાય શોધી કાઢ્યો !

|

Sep 01, 2021 | 9:57 AM

India vs England: ભારતીય ટીમે લોર્ડઝ ટેસ્ટમાં હાર મેળવી હતી. આ સાથે જ સિરીઝ 1-1 થી બરાબરી પર આવી ચુકી હતી. જોકે હવે ઇંગ્લેન્ડની ટીમ ચોથી ટેસ્ટ મેચમાં કોઇ જ ઢીલાશ છોડવા તૈયાર નથી. કારણ કે ભારતીય ટીમની મજબૂતાઇનો કેપ્ટન રુટને પુરો અંદાજ છે.

IND vs ENG: ઓવલ ટેસ્ટ પહેલા જ ભારતના પડકારને લઇને કેપ્ટન જો રુટે કહ્યુ, કોહલીને આઉટ કરવાનો ઉપાય શોધી કાઢ્યો !
Joe Root Virat Kohli

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલ (Oval Test) માં રમાનાર છે. આ પહેલા ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને જીત અપાવનાર કેપ્ટન જો રૂટે (Joe Root) કહ્યું કે, તેમની ટીમ ઓવલ ખાતે ભારતના પલટવારનો સામનો કરવા માટે તૈયાર છે. આ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન (
Ravichandran Ashwin) ને ભારતીય ટીમમાં સામેલ કરી શકાય છે. કોહલી પ્રથમ ત્રણ ટેસ્ટમાં અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને લાવ્યો હતો. પરંતુ હવે ઓવલ ટેસ્ટમાં આ અનુભવી ઓફ સ્પિનરને મેદાનમાં ઉતારવાની માંગ વધી રહી છે.

અનિલ કુંબલે બાદ ભારતના બીજા સૌથી સફળ ટેસ્ટ સ્પિનર ​​તરીકે હરભજન સિંહની સાથે બરાબરી માટે ચાર વિકેટ જ દૂર છે. અશ્વિને ગયા મહિને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરે તરફથી રમતી વખતે તે મેચમાં છ વિકેટ લીધી હતી. જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય શ્રેષ્ઠ બોલર અશ્વિન પણ સામેલ હતો.

ભારતે લોર્ડ્સ ટેસ્ટ જીત્યા બાદ પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. પરંતુ ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 76 રને જીત મેળવી સિરીઝમાં બરાબરી કરી હતી. ચોથી ટેસ્ટ પહેલા રૂટે કહ્યું કે, ‘વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ હેઠળ ભારત જેવી વર્લ્ડ ક્લાસ ટીમ મજબૂતાઇથી પરત ફરવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં આપણે આત્મમૃગ્ધાથી દૂર રહેવું પડશે. અમે હજુ સુધી કંઈ પ્રાપ્ત કર્યું નથી અમે હમણાં જ શ્રેણીને બરાબર કરી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આગળ કહ્યુ તેનો (અશ્વિન) રેકોર્ડ પોતે જ બોલે છે. તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. અમે તેને અમારી સામે રન બનાવતા અને વિકેટ લેતા જોયો છે. અમે જાણીએ છીએ કે તે ટેસ્ટ ક્રિકેટમાં શું કરી શકે છે. અમે દરેક પડકારનો સામનો કરવાની તૈયારી કરીશું. ભારત જે પણ સંયોજન સાથે આવશે, અમે તેના માટે તૈયાર રહીશું.

કોહલીને શાંત રાખવા પર લગાવશે દમ

કોહલીના બેટ પરથી રન નથી આવી રહ્યા અને રુટ આ માટે તેના બોલરોને શ્રેય આપે છે. તેણે કહ્યું, શ્રેય અમારા બોલરોને જાય છે, કે તેમણે તેનું બેટ શાંત રાખ્યું છે. શ્રેણી જીતવા માટે, આગળ પણ આમ કરવું પડશે. અમે અત્યારે તેને આઉટ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, જેથી અમે ભારત પર દબાણ લાવી શકીએ. અત્યાર સુધી અમે તેમને શાંત રાખવાની રીતો શોધી હતી. અમે આગળ પણ દબાણમાં રાખવાનો પ્રયાસ કરીશું અને તેને રન બનાવવા નહીં દઈએ.

 

વર્લ્ડ ક્લાસ ટીમના પલટવારની અપેક્ષા

રુટે કહ્યુ આશા છે કે અમે સતત દબાણ વધારવાને આગળ ધપાવીશું. અમે શ્રેણીમાં જે રીતે આગળ વધ્યા છીએ તેનાથી અમે ખૂબ ખુશ છીએ. અમે શ્રેણીને બરાબર બનાવવા માટે સખત મહેનત કરી હતી. હવે અમારે આગળ જોવું પડશે અને સખત મહેનત કરવી પડશે. ‘

ઈંગ્લેન્ડના કેપ્ટને કહ્યું કે તેમની ટીમ કોઈ પણ ઢીલાશ વગર ભારત સામે રમવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું, વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારત એક વર્લ્ડ ક્લાસ ટીમ છે. હું તેની પાસેથી પલટવારની અપેક્ષા રાખું છું. એટલા માટે એ મહત્વનું છે કે અમે ઢીલા ન પડીએ. અમે અત્યાર સુધી શ્રેણીમાં કશું પ્રાપ્ત કર્યું નથી. અમે માત્ર બરાબરી કરી છે.

 

 

આ પણ વાંચોઃ IPL 2022 માં જોવા મળશે વધુ દમદાર ટૂર્નામેન્ટ, નવી ટીમ ખરીદવા માટે અધધ… કરોડ ચુકવવા પડશે ! જાણો નવી ટીમ ટેન્ડર પ્રક્રિયા

આ પણ વાંચોઃ Tokyo Paralympics Schedule: ભારતીય એથ્લેટ પાસે આજે મેડલ અભિયાનને ડબલ ફિગરથી આગળ વધારવાની આશા, જાણો આજનુ શિડ્યુલ

Next Article