
ઈંગ્લેન્ડે ઓવલ ખાતે ભારત સામે રમાનારી શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. પાંચમી ટેસ્ટ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ઈંગ્લેન્ડ ટીમની ખાસ વાત એ છે કે તેમણે 3 વર્ષ પહેલા પોતાની કારકિર્દીની એકમાત્ર ટેસ્ટ રમનાર ખેલાડીને તક આપી છે. ઈંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ બાદ છેલ્લી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ હાલમાં ભારત સામેની 5 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે.
માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દાવમાં 311 રનની મોટી લીડ મેળવ્યા બાદ ઈંગ્લેન્ડ જીતની આશા રાખી રહ્યું હતું. પરંતુ, ભારતીય બેટ્સમેનોએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. પરિણામે, ઈંગ્લેન્ડને ડ્રો થી સંતોષ માનવો પડ્યો. આવી સ્થિતિમાં, ઓવલ ખાતે રમાનારી પાંચમી ટેસ્ટ મહત્વપૂર્ણ બની ગઈ છે. ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે ઓલરાઉન્ડર જેમી ઓવરટનને ટીમમાં સામેલ કર્યો છે.
JUST IN: England add Jamie Overton to their squad for the fifth Test against India at The Oval pic.twitter.com/uc2A3Qxr5o
— ESPNcricinfo (@ESPNcricinfo) July 28, 2025
જેમી ઓવરટને 2022માં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે લીડ્સમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 2 વિકેટ લીધી હતી અને બંને ઈનિંગ્સમાં 97 રન બનાવ્યા હતા. જોકે, તે એક ટેસ્ટ પછી, જેમી ઓવરટનને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તે 3 વર્ષ પછી ફરી પાછો ફર્યો છે. અને, એવી પણ શક્યતા છે કે પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન પણ નિશ્ચિત છે.
બેન સ્ટોક્સ (કેપ્ટન), જો રૂટ, ક્રિસ વોક્સ, ઝેક ક્રોલી, હેરી બ્રુક, બેન ડકેટ, બ્રાયડન કાર્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન, ઓલી પોપ, લિયામ ડોસન, જેમી સ્મિથ, જેકબ બેથેલ, જોફ્રા આર્ચર, જોશ ટંગ
આ પણ વાંચો: 114 બોલમાં બેવડી સદી, સતત 5 સદી, હવે ટીમ ઈન્ડિયામાં રિષભ પંતની જગ્યાએ થયો સામેલ