IND vs ENG, 3rd T20: ડેવિડ મલાન અને લિયામ લિવિંગસ્ટોનની તોફાની રમત વડે ભારત સામે ઈંગ્લેન્ડે 215 રનનો સ્કોર ખડક્યો

|

Jul 10, 2022 | 9:08 PM

IND vs ENG, 3rd T20: ભારતીય ટીમની સામે લક્ષ્ય રાખીને તેને બચાવી રાખવાની યોજના ઈંગ્લેન્ડે અમલમાં મુકી છે. જે મુજબ જ ઈંગ્લીશ ટીમે આક્રમક બેટીંગ કરીને મોટો સ્કોર ખડકવા પ્રયાસ કર્યો હતો.

IND vs ENG, 3rd T20: ડેવિડ મલાન અને લિયામ લિવિંગસ્ટોનની તોફાની રમત વડે ભારત સામે ઈંગ્લેન્ડે 215 રનનો સ્કોર ખડક્યો

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રવિવાર 10 જુલાઈએ નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝ મેદાનમાં સિરીઝની અંતિમ ટી20 મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટસરે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. અગાઉ બંને વાર ભારતીય ટીમ પ્રથમ બેટીંગ કરીને લક્ષ્ય બચાવવામાં સફળ રહીને બંને મેચ જીતી લીધી હતી. આ વખતે બટલરે ભારતને પહેલા ફિલ્ડીંગ અને બાદમાં બેટીંગ માટે મેદાનમાં ઉતારી રનચેઝ માં લક્ષ્ય બચાવવાની યોજના ટોસ જીતીને દર્શાવી હતી. ઓપનીંગ જોડી 31 રનમાં તુટી ગઈ હતી. કેપ્ટન બટલર પ્રથમ વિકેટના રુપમાં ઝડપથી પરત ફર્યો હતો. ડેવિડ મલાને (Dawid Malan) તોફાની અડધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડે ભારત સામે 7 વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 215 રન નોંધાવ્યા હતા.

ઇંગ્લેન્ડ માટે ઘર આંગણે સિરીઝમાં ક્લીન સ્વીપથી બચવા માટે પુરો દમ લગાવવો જરુરી છે. આ માટે ઈંગ્લેન્ડની ટીમે અંતિમ ઈલેવનમાં બે ફેરફાર કરીને ફિલ સોલ્ટ અને રીસ ટોપ્લીનો સમાવેશ કર્યો હતો. ભારતે પણ બોલીંગ વિભાગમાં ચાર ફેરફાર કરીને ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, બુમરાહ અને ચહલને આરામ આપ્યો હતો.

જેસન રોય અને જોસ બટલર બંને ઓપનિંગ જોડી ક્રિઝ પર આવી હતી અને બંને વચ્ચે 31 રનની ભાગદારી રમત નોંધાઈ હતી. જોસ બટલર પ્રથમ વિકેટના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. ચોથી ઓવરના ચોથા બોલ પર તે અવેશ ખાનનો શિકાર થયો હતો. બોલ બેટની અંદરની કિનારીને અડકીને સ્ટંપમાં જઈને વાગ્યો હતો અને આમ બોલ્ડ થઈને પરત ફર્યો હતો. જેસન રોય 26 બોલનો સામનો કરીને 27 રન નોંધાવી પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. તે ઝડપી ગતિના માલિક ઉમરાન મલિકના બોલ પર વિકેટકીપર પંતને કેચ આપી બેઠો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મલાનની તોફાની અડધી સદી

ડેવિડ મલાને જોકે બાદમાં સ્થિતી સંભાળી હતી અને તેણે આક્રમક રમત રમી હતી, તેણે અડધી સદીની ઈનીંગમાં ચોગ્ગા અને છગ્ગા ભરી રમત રમી હતી. તેણે 5 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 39 બોલમાં 77 રનની તોફાની ઈનીંગ રમી હતી. રવિ બિશ્નોઈએ તેને ઋષભ પંતના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. તે લિયામ લિવિંગસ્ટોનની સાથે મળીને ભાગીદારી આગળ વધારવા પ્રયાસ કરી રહ્યો હતો. જે જોડીને બિશ્નોઈએ તોડી પાડી હતી. લિયામ અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો, તેણે 4 છગ્ગા વડે 29 બોલમાં 42 રન નોંધાવ્યા હતા.

ફિલ સોલ્ટ 8 રન નોંધાવીને પર પરત ફર્યો હતો, તેને આ મેચમાં સેમ કરનને બહાર કરીને સ્થાન અપાયુ હતુ. મોઈન અલી શૂન્યમાં જ પરત ફર્યો હતો. મલાનની વિકેટ ઝડપ્યા બાદ તુરત જ મોઈનની વિકેટ પણ રવિ બિશ્નોઈએ ઝડપી હતી. તે હર્ષલ પટેલના હાથમાં કેચ ઝડપાયો હતો. તેના બાદ હેરી બ્રૂક રમતમાં આવ્યો હતો. તેણે 9 બોલમાં 19 રન નોંધાવ્યા હતા. ક્રિસ જોર્ડને 11 રન 3 બોલમાં નોંધાવ્યા હતા. તે અંતિમ બોલે રન આઉટ થયો હતો.

Published On - 8:44 pm, Sun, 10 July 22

Next Article