બાંગ્લાદેશનો સિનિયર ઓલરાઉન્ડર મહમુદુલ્લાહ ભારત સામે ચાલી રહેલી સિરીઝ સમાપ્ત થયા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. શાકિબ અલ હસનની જેમ મહમુદુલ્લાહે પણ T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો છે. BCBના એક અધિકારીએ ડેઈલી કહ્યું, ‘આ કોઈ વિરામ નથી, તે T20 ઈન્ટરનેશનલ ચેપ્ટરનો અંત લાવવા ઈચ્છે છે. તેણે આ સિરીઝમાં તેની જાહેરાત કરવાની છે.
શ્રેણી પહેલા, કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ સંકેત આપ્યો હતો કે મહમુદુલ્લાહ તેના ભવિષ્ય વિશે પસંદગીકારો સાથે વાત કરશે. શાંતોએ પ્રથમ T20 મેચ પહેલા કહ્યું હતું કે, ‘મહમુદુલ્લાહ ભાઈ વિશે, મને લાગે છે કે આ શ્રેણી તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પસંદગીકારો સાથે ચર્ચા કરી શકે છે. હું આ વિશે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી, પરંતુ મારું માનવું છે કે પસંદગીકારો અને બોર્ડ સાથે તેના ભવિષ્ય વિશે ચોક્કસપણે ચર્ચા થશે.’ તમને જણાવી દઈએ કે, આ શ્રેણીની છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે, જે મહમુદુલ્લાહની આ ફોર્મેટમાં છેલ્લી મેચ હશે.
Mahmudullah has announced that he will retire from T20Is after the India series. #Mahmudullah #IndvBan pic.twitter.com/3JtNZqZdAy
— Cricbuzz (@cricbuzz) October 8, 2024
38 વર્ષીય મહમુદુલ્લાહ બાંગ્લાદેશ ટીમ માટે અત્યાર સુધીમાં 139 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે 2007માં બાંગ્લાદેશ માટે તેની પ્રથમ T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 117.74ની સ્ટ્રાઈક રેટથી 2395 રન બનાવ્યા છે. તેણે બોલિંગમાં 40 વિકેટ પણ લીધી છે. તેણે 2021માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે, તે હજુ પણ બાંગ્લાદેશ માટે વનડેમાં રમવાનું ચાલુ રાખી શકે છે. મહમુદુલ્લાહ બાંગ્લાદેશ માટે 50 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તે અત્યાર સુધીમાં 232 ODI મેચ પણ રમી ચૂક્યો છે.
આ પણ વાંચો: IND vs NZ: ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ કપાઈ ગયું આ ખેલાડીનું પત્તું, સરફરાઝનું સ્થાન નિશ્ચિત!