ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણીની શરુઆત થઈ છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમા રમાઈ રહી છે. આ માટે ટોસ ઉછળી ચુક્યો છે અને ભારતીય સુકાની કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ભારતીય ટીમ 3 સ્પિનરો અને 2 ઝડપી બોલર સાથે ચટગાંવ ટેસ્ટમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ટોસ સાથે જ ભારત અને બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન જાહેર કરવામાં આવી છે. યજમાન બાંગ્લાદેશની ટીમ 7 બેટ્સમેનો સાથે ભારત સામે મેદાને ઉતર્યુ છે.
સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડી જયદેવ ઉનડકટને બાંગ્લાદેશ પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ શમી ઈજાને લઈ ટેસ્ટ સ્ક્વોડ માટે ઉપલબ્ધ નહીં રહેતા ભારતીય ક્રિકેટ બોર્ડે ઉનડકટને બાંગ્લાદેશ મોકલવા માટે નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેના વિઝા પેપર મેચની પૂર્વ સંધ્યા સુધી ઉપલબ્ધ નહીં થતા ઉનડકટ બાંગ્લાદેશ જઈ શક્યો નહોતો.
કુલદીપ યાદવને તેના જન્મ દિવસે ટીમ મેનેજમેન્ટ દ્વારા બર્થડે ગીફ્ટ રુપ ચટગાંવ ટેસ્ટમાં મોકો આપવામાં આવ્યો છે. આમ ટેસ્ટ ક્રિકેટમાં કુલદીપ પરત ફર્યો છે. ભારતે અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો ટીમમાં સમાવેશ કર્યો છે. અક્ષર પટેલને પણ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સમાવેશ કર્યો છે.
A look at #TeamIndia‘s Playing XI for the first #BANvIND Test 🔽
Follow the match ▶️ https://t.co/CVZ44NpS5m pic.twitter.com/KgshrnZh8i
— BCCI (@BCCI) December 14, 2022
ચટગાંવમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે બાંગ્લાદેશે પણ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. બાંગ્લાદેશ તરફથી એક ખેલાડીએ ડેબ્યૂ કર્યુ છે. જાકીર હસનને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાનો મોકો ભારત સામે મળ્યો છે. તેને કેપ્ટન શાકિબ અલ હસેને ટેસ્ટ કેપ આપી હતી. બાંગ્લાદેશ વતીથી તે 101 મો ટેસ્ટ ખેલાડી બન્યો છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલેવન: ઝાકિર હસન, નજમુલ હુસેન શાંતો, યાસિર અલી, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નુરુલ હસન, મેંહદી હસન, તૈજુલ ઈસ્લામ, ખાલેદ અહેમદ, ઈબાદત હુસૈન
Published On - 8:55 am, Wed, 14 December 22